Not Set/ ગૃહમંત્રી અમિતશાહના નિવાસ્થાને મહત્વની બેઠક, યુપીના મુખ્યમંત્રી થોડીવારમાં સામેલ થશે

ગૃહમંત્રી અમિત શાહે યુપીની રણનીતિ માટે પોતાના નિવાસ્થાને મહત્વની બેઠક આયોજિત કરવામાં આવી છે,મુખ્યમંત્રી યોગી પણ સામેલ થશે

Top Stories
ચૂંટણીની રણનીતિ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ને ધ્યાનમાં રાખીને ગુરુવારે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના ઘરે મહત્વની બેઠક યોજાઈ હતી. આગામી વર્ષે યોજાનારી ચૂંટણી અંગે ચર્ચા થઇ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને યુપીના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ પણ બેઠકમાં હાજર છે. જો સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ થોડીવારમાં બેઠકમાં હાજરી આપશે.

ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે  અને વિધાનસભા ચૂંટણી લોકસભાની સેમીફાઇલ ગણવામાં આવે છે આ રાજ્યમાં ભાજપ અત્યારથી જ સક્રીય થઇ ગઇ છે . કોરોનાના લીધે યોગી સરકારની છબી ખરડાઇ હતી જેના લીધે હાલ ઉત્તરપ્રદેશમાં ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે ,યુપીના મુખ્યમંત્રી હાલ અસરકારક ભૂમિકા નિભાવીને અવનવી યોજના અમલી બનાવી રહ્યા છે આજે પણ તેમણે એક જાહેરાત કરી છે કે બે રમતો દત્તક લશે આ ઉપરાંત આંગણવાડી કર્મચારીના વેતનમાં પણ વધારો કરવાની મનહત્વની જાહેરાત કરી છે, હાલ ઉત્તરપ્રદેશને કોઇ પણ ભોગે ભારતીય જનતા પાર્ટી જીતવા માંગે છે તેથી અત્યારથી જ યુપીની રણનીતિ બનાવી રહ્યા છે.

ઉત્તરપ્રર્દેશની ચૂંટણીની રણનીતિ માટે કેન્દ્ર ગૃહમંત્રી અમિતશાહના નિવાસ્થાને એક મહત્વની બેઠક ચાલી રહી છે. આ મિટીંગમાં ભારતીય પાર્ટીના અધ્યક્ષ સહિત દિગ્ગજ નેતાઓ ભાગ લઇ રહ્યા છે આ મિટીંગમાં થોડીવારમાં યુપીના મુખ્યમંત્રી પણ સામેલ થવાના છે. ઉત્તરપ્રદેશ જીતવા માટે હાલ અમિત શાહ કમર કસી રહ્યા છે તે હાલ જાતિ સમીકરણ ને લઇને સોંગઠા ગોઠવી રહ્યા છે. અને નાના પક્ષો સાથે ગઠબંધન કરીને એક જીતનું સમીકરણ તૈયાર કરી રહ્યા છે. આવનાર દિવસોમાં ભાજપ વધારે સક્રીય થઇ જશે.

સંબોધન / ભારતના વિદેશમંત્રી જયશંકરે UNCSમાં શું કહ્યું જાણો..

ગોળીબાર / કાશ્મીરમાં આતંકવાદીઓએ અપની પાર્ટીના નેતા પર ગોળીબાર કરતાં તેમનું સારવાર દરમિયાન મોત

ઈસ્લામાબાદની ભૂમિકાનો દાવો / અફઘાનિસ્તાનમાં તાલીબાનના રાજથી પાકિસ્તાન ખુશ , જણાવ્યું કે…….