Anand/ આંકલાવની કોસિન્દ્રા સ્કૂલમાં શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા કોસિન્દ્રા ગામમાં સરકારી શાળામાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં ફરજ બજાવતા લંપટ શિક્ષક કિરણ વાળંદે વિદ્યાર્થીનીઓ….

Top Stories Gujarat

Anand News: આણંદના આંકલાવની કોસિન્દ્રા સ્કૂલમાં શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના બની છે. સરકારી શાળામાં ફરજ બજાવતા કિરણ વાળંદ નામના શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે અડપલાં કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા કોસિન્દ્રા ગામમાં સરકારી શાળામાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં ફરજ બજાવતા લંપટ શિક્ષક કિરણ વાળંદે વિદ્યાર્થીનીઓ સાથે 15 – 20 દિવસ પહેલાં અડપલાં કર્યા હતા. આથી વિદ્યાર્થીનીઓએ શાળાએ જવાનું બંધ કર્યું હતું.

એકાએક વિદ્યાર્થીનીઓએ શાળાએ જવાનું બંધ કરતા પરિવારને શંકા ગઈ હતી. એક વિદ્યાર્થીનીએ તેમની માતાને સમગ્ર ઘટનાની જાણ કરતા મામલો બહાર આવ્યો હતો. એક વિદ્યાર્થીની શાળાએ જાય તો બીજી વિદ્યાર્થીની બીજા દિવસે શાળાએ જતી હતી. રોષે ભરાયેલા વાલીઓ અને ગ્રામજનોએ શાળામાં જઈ હોબાળો મચાવ્યો છે.

લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરી તેની વિરૂદ્ધ કડક પગલા ભરવા વાલીઓએ માગ કરી છે. ભોગ બનેલી વિદ્યાર્થીનીના વાલીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. આંકલાવ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વેરાવળ બંદર પરથી 350 કરોડનું હેરોઈન પકડાયું, 9 ખલાસીની ધરપકડ

આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય મૂળ યુવાનને નાઈટ ક્લબમાં એન્ટ્રી ન મળી, આખરે થયું મોત

આ પણ વાંચો:‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે…