Not Set/ રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો

રાજ્યમાં કોરોનાનાં કેસમાં હવે ધીમે ધીમે ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો ગઇ કાલ એટલે કે બુધવારનાં નવા કોરોનાનાં કેસની વાત કરીએ તો તેની સરખામણીએ આજે નવા કેસોમાં 275 નો ઘટાડો નોંધાયો છે.

Top Stories India
Untitled 42 રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો
  • છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 10742
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 725353
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 109
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15269
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 593666
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 122847

રાજ્યમાં કોરોનાનાં કેસમાં હવે ધીમે ધીમે ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો ગઇ કાલ એટલે કે બુધવારનાં નવા કોરોનાનાં કેસની વાત કરીએ તો તેની સરખામણીએ આજે નવા કેસોમાં 275 નો ઘટાડો નોંધાયો છે. જે એકંદરે સારા સમાચાર છે. આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસનો આંકડો 10,742 રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ / ધોરણ 10 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, આ વર્ષે નહી લેવાય પરીક્ષા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 109 લોકો આ મહામારી સામે જંગ હારી ગયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની જો વાત કરીએ તો તેનો આંક નવા કેસની સરખામણીમાં વધારે જોવા મળ્યો છે. આજે 15,269 દર્દીઓ કોરોના મ્હાત આપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,22,847 છે. રાજયમાં કોરોના વાયરસનાં કેસોમાં ઘટાડાની સાથે દર્દીઓની રિકવરી પણ વધતા જોવા મળી રહી છે. દરરોજ પોઝિટિવ કેસની સામે રિકવરી કરી બહાર નિકળતા દર્દીઓ વધારે જોવા મળી રહ્યા છે. રાજ્યમાં ઠીક થયેલા કોરોનાનાં દર્દીઓની સંખ્યા 5,93,666 છે. જ્યારે કુલ કેસનો આંક 7,25,353 પર પહોંચી ગયો છે.

0001 3 રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો

રાજ્યમાં જો કોરોનાની રસીકરણની વાત કરીએ તો, આજે કુલ 1,47,18,861 લોકોને રસી આપવામા આવી છે. આજે 4,069 હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 13,429 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 45 વર્ષથી વધુ ઉંમરનાં 38,085 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, વળી આજે આ જ ઉંમરનાં 65,718 લોકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો છે. આજે 18-45 વર્ષ સુધીનાં 30,471 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

કોરોના સંકટ / બિહારમાં CM નીતીશ કુમારે 25 મે સુધી લંબાવ્યુ લોકડાઉન

0002 3 રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો

રાજ્યનાં જિલ્લાઓમાં કોરોનાનાં કેટલા નવા કેસ, મૃત્યુ આંક, ડિસ્ચાર્જ સંખ્યા અને રસીકરણ

0003 3 રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો

sago str 11 રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો