Not Set/ અમેરિકાનાં કેલિફોર્નિયામાં એક અજાણ્યા શખ્સે કરી અંધાધૂધ ફાયરિંગ, 3 લોકોનાં થયા મોત

અમેરિકાનાં શહેર કેલિફોર્નિયામાં યોજાયેલા તહેવાર દરમિયાન થયેલા ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યુ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. સુત્રોનાં જણાવ્યા મુજબ ફાયરિંગ કરનાર શખ્સ હજી પોલીસની પહોંચથી બહાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ […]

World
skynews shooter california 4730786 અમેરિકાનાં કેલિફોર્નિયામાં એક અજાણ્યા શખ્સે કરી અંધાધૂધ ફાયરિંગ, 3 લોકોનાં થયા મોત

અમેરિકાનાં શહેર કેલિફોર્નિયામાં યોજાયેલા તહેવાર દરમિયાન થયેલા ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યુ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. સુત્રોનાં જણાવ્યા મુજબ ફાયરિંગ કરનાર શખ્સ હજી પોલીસની પહોંચથી બહાર છે.

callifornia firing 29 07 2019 4903164 835x547 m અમેરિકાનાં કેલિફોર્નિયામાં એક અજાણ્યા શખ્સે કરી અંધાધૂધ ફાયરિંગ, 3 લોકોનાં થયા મોત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દુખદ હકીકતને ટ્વિટ કરીને કહ્યું કે, “કેલિફોર્નિયાનાં ગિલરોયમાં ફાયરિંગની ઘટના પર કાનૂની એજન્સીઓ દેખરેખ રાખી રહી છે. હજુ સુધી શૂટર પકડાયો નથી. સાવધાન અને સલામત રહો!’

ન્યૂયોર્ક ટાઇમ્સનાં અહેવાલ મુજબ, કેલિફોર્નિયામાં ગિલરોય ગાર્લિક ફેસ્ટિવલ દરમિયાન રવિવારે બપોરે અચાનક કોઈએ ગોળીબારી શરૂ કરી હતી. તે પછી અહી અફરા-તફરી ફેલાઇ અને લોકો ભાગવા લાગ્યા. આ ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા અને ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે એક સભ્યને કસ્ટડીમાં લીધો હતો.

skynews shooting california 4730788 અમેરિકાનાં કેલિફોર્નિયામાં એક અજાણ્યા શખ્સે કરી અંધાધૂધ ફાયરિંગ, 3 લોકોનાં થયા મોત

અમેરિકામાં 2020નાં રાષ્ટ્રપતિ ચૂંટણીનાં ઉમેદવારની રેસમાં ભાગ લેનાર સીનેટર કમલા હેરિસે આ ઘટના પર ટ્વિટ કરતા લખ્યુ, ‘ગિલરોય સ્થળ પર પહોચેલ પહેલી ટીમનો આભાર અને આવા સંવેદનશીલ હિંસામાં ઘાયલ થયેલા લોકો સાથે મારી લાગણી છે.’

આ ઘટના બાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં લોકો ફાયરિંગ બાદ દોડતા જોવા મળી શકે છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ અહી ફાયરિંગ કર્યુ તે 30 વર્ષની ઉંમરનો હતો અને કોઈ એકને નિશાનો બનાવવાની જગ્યાએ તે ચારે દિશામાં ફરતા ફાયરિંગ કરી રહ્યો હતો.

44YXLPBUYFBKLHPNQ4EECAFUVM અમેરિકાનાં કેલિફોર્નિયામાં એક અજાણ્યા શખ્સે કરી અંધાધૂધ ફાયરિંગ, 3 લોકોનાં થયા મોત

આ પહેલીવાર નથી કે જ્યારે યુએસમાં આ પ્રકારની ફાયરિંગ સામે આવી હોય. આ પહેલાં પણ ઘણી વાર ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. ગયા મહિને વર્જીનિયા બીચ પર એક વ્યક્તિ અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો, જેમાં 12 લોકો માર્યા ગયા હતા. પોલીસે કહ્યું હતું કે હુમલો કરનાર એક જન સુવિધા કર્મચારી હતો અને તે અમુક કારણોસર અસંતોષ હોવાનું સામે આવ્યુ હતું.

garlic festival અમેરિકાનાં કેલિફોર્નિયામાં એક અજાણ્યા શખ્સે કરી અંધાધૂધ ફાયરિંગ, 3 લોકોનાં થયા મોત

તેટલુ જ નહી આ વર્ષે અમેરિકાનાં ડેનવર શહેર નજીક એક શાળા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એકનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત આ વર્ષે અમેરિકાની કેન્ટુકી, ફ્લોરિડા સ્કૂલ સહિતનાં અનેક સ્થળોએથી ફાયરિંગનાં સમાચાર સામે આવી ચુક્યા છે, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.