Not Set/ આનંદ મહિન્દ્રાએ નીરજ ચોપરાને આપેલું પ્રોમિસ પૂરું કર્યું, આ કાર કરી ગિફ્ટ ….

મહિન્દ્રાએ નીરજ ચોપરાને SUV 700 ગિફ્ટ કરી છે. આ પરંપરાગત મોડલથી તદ્દન અલગ છે, જેમાં કારમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

Sports
Untitled 581 આનંદ મહિન્દ્રાએ નીરજ ચોપરાને આપેલું પ્રોમિસ પૂરું કર્યું, આ કાર કરી ગિફ્ટ ....

ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ ઉન્નત કર્યું છે. નીરજની આ સફળતા બાદ તેના પર વિવિધ પ્રકારની ભેટોનો વરસાદ થઈ રહ્યો છે અને આ એપિસોડમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ નીરજ ચોપરાને આગામી SUV Mahindra XUV700 આપવાની જાહેરાત કરી  હતી . એવું માનવામાં આવે છે કે મહિન્દ્રા ગ્રુપ નીરજ માટે મહિન્દ્રા XUVનું ખાસ મોડલ તૈયાર કર્યું છે  છે.

ભારત માટે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને આનંદ મહિન્દ્રા દ્વારા એક SUV ભેટમાં આપવામાં આવી છે. જ્યારે નીરજ ચોપરાએ SUV માટે આનંદ મહિન્દ્રાનો આભાર માન્યો હતો. આના પર આનંદ મહિન્દ્રાએ નીરજ ચોપરાને શાનદાર જવાબ આપતા કહ્યું કે તમે દેશને ગૌરવ અપાવ્યું છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું.

આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, તમે દેશને ગૌરવ અપાવ્યું છે. આશા છે કે SUV, અમારા ચેમ્પિયનનો રથ સાબિત થશે, અમને હંમેશા ગર્વ અનુભવ થશે. અગાઉ, નીરજ ચોપરાએ મહિન્દ્રા SUV 700 સાથેનો તેમનો ફોટો ટ્વિટ કર્યો હતો અને કિંમતી ગિફ્ટ માટે આનંદ મહિન્દ્રાનો આભાર માન્યો હતો.

મહિન્દ્રાએ નીરજ ચોપરાને SUV 700 ગિફ્ટ કરી છે. આ પરંપરાગત મોડલથી તદ્દન અલગ છે, જેમાં કારમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ડેશબોર્ડ પર ગોલ્ડ સ્ટિચિંગ, ફ્રન્ટ ગ્રિલનું ગોલ્ડ ફિનિશિંગ સહિત ઘણા ફેરફારો છે. આ કારણે મહિન્દ્રાની આ SUV લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. જોકે, એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.