Cricket/ અમે ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની મદદ કરવા નહી પણ ભારતમાં કઇક ખાસ કરવા ઉતરીશું: રૂટ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલમાં પહોંચવા માટે ભારતને ચોથી ટેસ્ટ ડ્રો અથવા જીતવાની જરૂર છે અને જો ઈંગ્લેન્ડ ભારતને હરાવી દે છે…

Sports
Mantavya 34 અમે ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની મદદ કરવા નહી પણ ભારતમાં કઇક ખાસ કરવા ઉતરીશું: રૂટ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલમાં પહોંચવા માટે ભારતને ચોથી ટેસ્ટ ડ્રો અથવા જીતવાની જરૂર છે અને જો ઈંગ્લેન્ડ ભારતને હરાવી દે છે તો ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચશે. અંતિમ મેચ 18 જૂનથી લોર્ડ્સ ખાતે રમાશે.

Cricket / ટીમ ઈન્ડિયાનાં કોચ રવિ શાસ્ત્રીએ અપોલો હોસ્પિટલમાં લીધી કોરોના વેક્સીનની પહેલી ડોઝ

ઓસ્ટ્રેલિયાનાં સ્ટેન્ડ-ઇન કોચ એન્ડ્ર્યૂ મેકડોનાલ્ડે જાહેરમાં જણાવ્યું છે કે, કાંગારુ તેમના એશિઝ દુશ્મનો, એટલે કે ઈંગ્લેન્ડને સમર્થન આપી રહ્યા છે અને ગુરુવારે તે ઈંગ્લેન્ડનું સારુ પ્રદર્શન કરવાની આશા કરી રહ્યા છે. પરંતુ ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટ આગામી મેચને ‘ઓસ્ટ્રેલિયાને મદદ કરવાની તક’ તરીકે નથી જોઇ રહ્યા. પોતાના ચહેરા પર સ્મિત સાથે, 30 વર્ષિય યુવા કેપ્ટને કહ્યું કે, ટીમનો એકમાત્ર ઉદ્દેશ શ્રેણીમાં બરાબરી લાવવા અને ભારતમાં કંઈક ખાસ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, પિંક બોલથી 10 વિકેટથી ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લેન્ડ WTC ની અંતિમ રેસમાંથી બહાર થઈ ગયું છે.

Cricket / રિંકી પોન્ટિંગથી આગળ જવાની વિરાટને મળી તક, શું ઈંગ્લેન્ડ વિરુદ્ધ તોડી શકશે તેનો મહાન રેકોર્ડ?

જો રૂટે કહ્યું કે, “હું તેને ઓસ્ટ્રેલિયાની મદદ કરવા તરીકે નથી જોઇ રહ્યો. હું તેને શ્રેણીનાં અંત તરીકે જોઉં છું અને ભારતમાં કંઇક ખાસ કરી બતાવવાની રીતે જોઇ રહ્યો છું.” દુર્ભાગ્યવશ, અમે હવે ફાઇનલ માટે ક્વોલિફાય કરી શકીશું નહીં, પરંતુ શ્રેણી ડ્રો એક મહાન સિદ્ધિ અને તે જ હું ઈંગ્લેન્ડનાં કેપ્ટન તરીકે ખરેખર કહી શકું છું.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ