Anand News/ આણંદના બોરસદની ખાનગી શાળાનો વિડીયો વાયરલ

શિક્ષક દીને જ શિક્ષણને લજવતો કિસ્સો આવ્યો સામે આવ્યો છે. જી હા..માતા પિતા પછી બાળકના ઘડતરમાં ફાળો આપનાર શિક્ષક હોય છે. શિક્ષક જે બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો ભજવે છે.

Top Stories Gujarat Breaking News

Anand News: શિક્ષક દીને જ શિક્ષણને લજવતો કિસ્સો આવ્યો સામે આવ્યો છે. જી હા..માતા પિતા પછી બાળકના ઘડતરમાં ફાળો આપનાર શિક્ષક હોય છે. શિક્ષક જે બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો ભજવે છે. કૌશલ્ય, જ્ઞાન, વિકાસમાં શિક્ષકો વિદ્યાર્થીના જીવનમાં પ્રત્યક્ષ રીતે ફાળો આપે છે. નિષ્ઠાવાન શિક્ષકોના પ્રતાપે જ બાળકો જીવનની દરેક સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળ થતા હોય છે.  પરંતુ આણંદના બોરસદની ખાનગી શાળાનો વિડીયો વાયરલ થયો છે.જેમાં ખાનગી શાળામાં ફી નહિ ભરનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવામાં આવી છે. આપને જણાવી દઈએ જે વિદ્યાર્થીઓ શાળાની ફી કોઈ કારણોસર ના ભરી શક્યા હોય તેમને વર્ગખંડના બદલે લોબીમાં બેસાડ્યા હતા.

તેમજ તેમને શિક્ષાથી વંચિત રાખવામાં આવ્યા હતા. એટલુજ નહિ પરંતુ તેમને કોઈ શિક્ષક દ્રારા શિક્ષા પણ આપવામાં નથી આવતી. જેનું કારણ ફી નહિ ભરવાથી શિક્ષણથી વંચિત રાખવાની સજા આપવામાં આવી હતી.  જયારે વાલીઓ અચાનક પોતાના બાળકને શાળાએ મળવા પહોચ્યા ત્યારે  આ શાળાની પોલ ખુલી  હતી. જયારે વાલીઓ શાળાએ પહોચ્યા ત્યારે બાળકોને ભાર લોબીમાં બેસાડવામાં આવ્યા હતા. જેનો વિડીયો વાલીઓ દ્રારા બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો.આપને જણાવી દઈએ વિડીયો સરસ્વતી શિશુકુંજ શાળાનો હોવાની ચર્ચા સામે આવી છે. માહિતી અનુસાર આ વિડીયો વાલીએ મોબાઈલમાં વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. જેની પુષ્ટિ મંતવ્ય ન્યુઝ નથી કરતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘કાનૂની શિક્ષણ પ્રાદેશિક ભાષાઓમાં આપવું જોઈએ જેથી વકીલો તેમની માતૃભાષામાં દલીલ કરી શકે…’: CJI ચંદ્રચુડ

આ પણ વાંચો:રાજ્યનાં શિક્ષણ વિભાગે જૂના શિક્ષકો અંગે લીધો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:આદિજાતિના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં વિસ્તરી છે શિક્ષણની ક્ષિતિજો