Not Set/ પૂર્વ મુખ્યમંત્રી આંનદીબેન પટેલનો આજે જન્મદિવસ

આનંદીબેન પટેલનો આજે જન્મદિવસે છે. તેઓ 76 વર્ષ પૂર્ણ કરીને આજે 77માં વર્ષમાં પ્રવેશ્યા છે.શિક્ષિકાથી માંડીને ભાજપના અદના કાર્યકર રહેલા તેમણે રાજ્યના શિક્ષણમંત્રી, મહેસૂલમંત્રીનો પ્રવાસ ખેડ્યા બાદ ગુજરાતનાં પ્રથમ મહિ‌લા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા, એક કડક શિક્ષકમાંથી મુખ્યપ્રધાન સુધીની સફર ખેડનાર આનંદીબેન ગુજરાતના પહેલા મહિલા બનવાનું બિરૂદ ધરાવે છે.તેમની જીવન […]

India
anandiben patel પૂર્વ મુખ્યમંત્રી આંનદીબેન પટેલનો આજે જન્મદિવસ

આનંદીબેન પટેલનો આજે જન્મદિવસે છે. તેઓ 76 વર્ષ પૂર્ણ કરીને આજે 77માં વર્ષમાં પ્રવેશ્યા છે.શિક્ષિકાથી માંડીને ભાજપના અદના કાર્યકર રહેલા તેમણે રાજ્યના શિક્ષણમંત્રી, મહેસૂલમંત્રીનો પ્રવાસ ખેડ્યા બાદ ગુજરાતનાં પ્રથમ મહિ‌લા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા, એક કડક શિક્ષકમાંથી મુખ્યપ્રધાન સુધીની સફર ખેડનાર આનંદીબેન ગુજરાતના પહેલા મહિલા બનવાનું બિરૂદ ધરાવે છે.તેમની જીવન સફર પર નજર કરીએ તો
આનંદીબહેન પટેલનો જન્મ 21.નવેમ્બર 1941 રોજ થયો હતો તેમનુ વતન ખરોડા છે તેમને M.Sc, M.Edનો અભ્યાસ કરેલો છે તો મોહિનબા કન્યા વિદ્યાલયમાં 1968-1998 દરમિયાન શિક્ષક તરીકે ફરજ બજાવી હતી ત્યારે 1988 માં તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાજયપાલ-રાષ્ટ્રપતિનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે ભાજપમાં 1987થી 1993 દરમિયાન તેમણે ભાજપના મહિ‌લા મોરચાના અધ્યક્ષા તરીકે કાર્ય કર્યુ હતુ.જયારે 1992થી 1998 સુધી રાજયસભામાં કાર્યરત હતા 1998થી 2002 તેઓ માંડલથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને શિક્ષણ-મહિ‌લા બાળકલ્યાણના કેબિનેટ મંત્રી
બન્યા અને 2002થી 2012માં પાટણથી 10 વર્ષ ચૂંટાયા.ત્યારે 2012માં ઘાટલોડિયાથી ચૂંટાયા.22મી મે, 2014 તેઓ રાજ્યના પ્રથમ મહિ‌લા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં અને 7મી ઓગષ્ટ 2016માં ગુજરાતના 15મા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ