ભ્રષ્ટાચાર/ આણંદનાં સરકારી વકીલ ACBનાં છટકામાં સપડાયા, લાંચ લેતા ઝડપાયા

ગુજરાત ACB પોતાની આગવી કાર્ય શૈલી માટે જાણીતી છે અને વારંવાર સમાચારની સુરખીઓમાં ચમકતી રહે છે. પાછલા લાંબા સમયથી ગુજરાત ACB દ્વારા લાંચ્યા રાજાનાં હાજા ગગડાવી દેવામાં આવી રહ્યા છે.

Gujarat Others Trending
Untitled 1 આણંદનાં સરકારી વકીલ ACBનાં છટકામાં સપડાયા, લાંચ લેતા ઝડપાયા

ગુજરાત ACB પોતાની આગવી કાર્ય શૈલી માટે જાણીતી છે અને વારંવાર સમાચારની સુરખીઓમાં ચમકતી રહે છે. પાછલા લાંબા સમયથી ગુજરાત ACB દ્વારા લાંચ્યા રાજાનાં હાજા ગગડાવી દેવામાં આવી રહ્યા છે. પોતાની આગવી શૈલીથી ગુજરાતનાં અનેક ભ્રષ્ટ અધિકારીઓ ACBનાં છટકામાં સપડાયા છે અને આજે ફરી ACBએ પોતાની ચપડતા બતાવતા વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયા છે.

રાજકારણ: ભાજપ-કોંગ્રેસના આ ઉમેદવારો પાસે છે આટલા અધધ.. કરોડની સંપત્તિ

1

Political / ડૂબતે કો તિનકે કા સહારા..!! હવે અહીં ડમી ઉમેદવાર લડશે ચૂંટણી, ટેક્નિકલ ભૂલમાં કાનૂની સલાહ લઈને લડત અપાશે: મનીષ દોશી

આ વખતે કોઇ ઓફિસનાં કર્મચારી કે અધિકારી નહીં પરંતુ ન્યાય મંદિરનાં એક સરકારી અધિકારી ACBનાં છટકામાં આબાદ રીતે સપડાયાનું સામે આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આણંદના સરકારી વકીલ એસીબીના સકંજામાં સપડાયા છે. આણંદના સરકારી વકીલ રુપિયા 35 હજારની લાંચ લેતા ઝડપાયા છે. એક કેસમાં અપીલ ફાઈલ ન કરવા માટે લાંચ માગી હતી અને એસીબીનાં છટકામાં સપડાયા છે.

acb pi આણંદનાં સરકારી વકીલ ACBનાં છટકામાં સપડાયા, લાંચ લેતા ઝડપાયા

આપને જણાવી દઇએ કે ગુજરાત ACB દ્વારા પૂર્વે પણ કચ્છના અધિકારી, અમદાવાદનાં એક અધિકારીને ઝડપી અધધધ સંપત્તિ અને ભ્રષ્ટાચારનાં ભોંરીગને ઉધાડો પાડવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. થોડા દિવલ પૂર્વે ગુજરાતનાં મુખ્યમંત્રી રુપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પણ ગુજરાત ACBને વધુ અસરકારક બનાવવાની વાત કહેવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…