દુઃખદ/ અનન્યા પાંડેની દાદી અને ચંકી પાંડેની માતા સ્નેહલતા પાંડેનું નિધન

ચંકી પાંડેની માતા અને અનન્યા પાંડેની દાદી સ્નેહલતા પાંડેનું નિધન થયું છે. ચંકી પાંડે શનિવારે તેની માતાના ઘરે જોવા મળ્યા હતા.ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે અને પુત્રી રાયસા પાંડે પણ સાથે જોવા મળી હતી.

Entertainment
ananya pande અનન્યા પાંડેની દાદી અને ચંકી પાંડેની માતા સ્નેહલતા પાંડેનું નિધન

ચંકી પાંડેની માતા અને અનન્યા પાંડેની દાદી સ્નેહલતા પાંડેનું નિધન થયું છે. ચંકી પાંડે શનિવારે તેની માતાના ઘરે જોવા મળ્યા હતા.ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે અને પુત્રી રાયસા પાંડે પણ સાથે જોવા મળી હતી.

અનન્યા પાંડે તાજેતરમાં એક વ્યાવસાયિક કમીટમેન્ટ માં જોવા મળી હતી. આને કારણે તે પરિવાર સાથે જોવા મળી ન હતી. આ પ્રસંગે ઘણા કલાકારો સ્નેહલતા પાંડેના ઘરે આવતા જોવા મળ્યા હતા. આમાં નીલમ કોઠારી, સમીર સોની, શબીના ખાન જેવા કલાકારો શામેલ હતા.

Instagram will load in the frontend.

 

તાજેતરમાં અનન્યા પાંડેએ તેની દાદી માટે એક પોસ્ટ શેર કરી હતી. તેનો એક વીડિયો શેર કર્યો હતો. વિડિઓમાં તેણે લખ્યું છે કે, ‘હંમેશાં યુવાન એવી મારી દાદીને જન્મદિવસની શુભેચ્છા. તમે 83 વર્ષના થયા છો. વીડિયોમાં તેણી તેની દાદીને જન્મ દિવસની સુભેચ્છા પાઠવી રહી છે. આ પ્રસંગે સ્નેહલતા પાંડેને અનન્યા પાંડેની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર -2 ના ગીત પર ડાન્સ કરતા જોઇ શકાય છે.

Instagram will load in the frontend.

 

મહિલા દિવસ પર પણ અનન્યા પાંડેએ ચંકી પાંડે અને ભાવના પાંડેની માતા સાથેની તસવીરો શેર કરી અને લખ્યું, ‘દાદી અને નાની’ અનન્યા પાંડે એક ફિલ્મ અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની ભૂમિકાઓને ખૂબ પસંદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય છે. તે હંમેશાં તેના ફોટો અને વીડિયો શેર કરે છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે અનન્યા પાંડે ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ તેના ચાહકો સાથે વાત કરે છે.