Entertainment News: એલ્વિશ યાદવ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓમાં જોવા મળ્યો છે. થોડા દિવસો અગાઉ સ્નેક વેનમ કેસમાં ધરપકડ કરાયેલા અને જામીન પર છુટેલા એલ્વિશ યાદવે જણાવ્યું છે કે તે હવે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. અંગત જીંદગી વિશે જણાવતા કહ્યું કે આ વર્ષે તેઓ લગ્ન કરશે નહીં.
એક ઈન્ટરવ્યૂમાં લગ્ન, ગર્લફ્રેન્ડ વિશે ચર્ચા કરતા આ વર્ષે તે મેરેજ કરવાના નથી. પણ… આવતા વર્ષે કે એના આવનારા વર્ષે ચોક્કસ લગ્ન કરશે. જ્યારે કરશે ત્યારે ખુલીને વાત કરશે. એલ્વિશ યાદવને પૂછવામાં આવ્યું કે શું તેને દગો ખાધો છે? તો તેણે જણાવ્યું કે ધોઈને તો અમે ફળ ખાધા છે. અમે દગો ખાતા નથી અને આપતા નથી. બધા પોતાનું જીવન જીવે છે. તે લોકો તેમની અને હું મારા જીવનમાં ખુશ છું.
એલ્વિશ યાદવ ઘણા શો કરશે. વેબ સિરીઝ પણ કરશે. એવી ઘણી વસ્તુઓ છે જે મેં અગાઉ ક્યારેય કરી નથી. એટલે મારા ચાહકો મારાથી ઘણા ખુશ છે. પ્લેગ્રાઉન્ડ શો વિશે વાત કરવામાં આવી કે આ એક સારો શો છે. તેના કોન્સેપ્ટ ઘણા અલગ છે. બિગ બોસના જેવું છે. ઘરમાં રહીશું. બસ કંટેન્ટ બની ગયો હતો અને આ શોમાં લીડર હું છું.
આ પણ વાંચો:ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટના આ 3 આંકડાએ સૌનું ધ્યાન ખેંચ્યું, જાણો ભારતની સ્થિતિ
આ પણ વાંચો:વલસાડમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત
આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…
આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ