Not Set/ “પા” ફિલ્મ જેવા રોગથી પીડાતી અંજનાએ ગ્રામજનોને બાંધી રાખડી, સર્જાયા કરુણ દ્રશ્યો

  રક્ષાબંધન આવે એટલે ભાઈ અને બહેનને નાનપણનાં સુંદર સંભારણા યાદ આવે પણ ક્યાંક એવો પણ માહોલ હોય કે કુદરતની લીલા સામે લાચાર થવું પડે. આવો જ કિસ્સો છે વડોદરાની અંજનાનો વડોદરાનાં નંદેસરી ગામમાં મહેશભાઈ પરમાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. લગ્નજીવનનાં ફળ સ્વરૂપે બે સંતાન દીકરો અને દીકરી આપ્યા પણ સાથે સાથે મોટી દીકરીને […]

Top Stories Gujarat Vadodara Navratri 2022
hgdfjahfkajh "પા" ફિલ્મ જેવા રોગથી પીડાતી અંજનાએ ગ્રામજનોને બાંધી રાખડી, સર્જાયા કરુણ દ્રશ્યો

 

રક્ષાબંધન આવે એટલે ભાઈ અને બહેનને નાનપણનાં સુંદર સંભારણા યાદ આવે પણ ક્યાંક એવો પણ માહોલ હોય કે કુદરતની લીલા સામે લાચાર થવું પડે. આવો જ કિસ્સો છે વડોદરાની અંજનાનો વડોદરાનાં નંદેસરી ગામમાં મહેશભાઈ પરમાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. લગ્નજીવનનાં ફળ સ્વરૂપે બે સંતાન દીકરો અને દીકરી આપ્યા પણ સાથે સાથે મોટી દીકરીને આપ્યો રોગ એવો રોગ કે જે 4000 વ્યક્તિમાં એક વ્યક્તિને હોય છે. આ રોગનું નામ છે પ્રોજેરીયા.

પ્રોજેરીયા રોગ પર અગાઉ નિર્દેશક આર. બાલ્કીએ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના લીડ રોલમાં “પા” ફિલ્મ બનાવી હતી. આ એ જ રોગ છે જે નંદેસરીની અંજના પરમારને છે. અંજનાનો જન્મ થયો ત્યારે તેનો ચહેરો નિહાળી પરિવાર પણ હતપ્રભ થઇ ગયો હતો. ત્યારે ડોકટરોએ ટેસ્ટ બાદ જણાવ્યું હતું કે અંજનાને પ્રોજેરીયા નામનો રોગ છે, જે હજારોમાં એક વ્યક્તિને થતો હોય છે. આ રોગની સારવાર લગભગ અશક્ય છે.

આ વાત જાણી સામાન્ય પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરંતુ આખરે કુદરતની ઈચ્છા માની પોતાની લાડકવાયીને સામાન્ય બાળકીની જેમ ઉછેરવામાં આવી. નાનપણમાં તે તેની ઉંમરના બાળકો સાથે રમવા જતી તો બાળકો પણ ડરી જતા હતા. જેથી અન્ય બાળકોના વાલીઓ બાળકોને તેની સાથે રમવા દેતા ન હતા. ખરી વિડમ્બના ત્યારે થઇ જયારે અંજના સમજતી થઇ ત્યારે અન્ય બાળકીઓ અને પોતાને જોઈ લઘુતાગ્રંથીથી પીડાવા લાગી. ત્યારે પરિવારે તેને સાથ આપ્યો અને તેની સાથે સામાન્ય બાળકીની જેમ વ્યવહાર કરી તેને ક્યારેય તેના રોગ પ્રત્યે ઘૃણા નહોતી થવા દીધી. અંજના હાલ 24 વર્ષની થઇ છે.JCr 040515 Progerias 00 "પા" ફિલ્મ જેવા રોગથી પીડાતી અંજનાએ ગ્રામજનોને બાંધી રાખડી, સર્જાયા કરુણ દ્રશ્યો

પરંતુ તેના બિહામણા ચહેરાથી કોઈ ડરી ન જાય તેના કારણે તે વર્ષોથી ઘરમાંથી બહાર નીકળતી નથી. આવતી કાલે જયારે રક્ષાબંધનનો પર્વ દેશભરમાં મનાવવામાં આવશે ત્યારે જેમ પરિવારે અંજનાને સામાન્ય ન હોવાનો અહેસાસ થવા દીધો નથી તેમ અંજના સામાન્ય યુવતી જ છે તેવી અનુભૂતિ કરાવવા ગામના અગ્રણી યુવાનોએ અંજનાના ઘરે જઈ રક્ષાબંધન પર્વે અંજના તેમને રાખડી બાંધે તેવી ઈચ્છા દર્શાવી હતી.

જે સાંભળી અંજનાની માતા સહીત પરિવારની આખો ભીની થઇ ગઈ હતી અને આ ભાઈ સ્વરૂપે આવેલા દેવ સ્વરૂપ ગામના યુવાનોને રાખડી બાંધતી વખતે અંજનાના ચહેરાનું સ્મિત જ રક્ષાબંધન પર્વની ખરી ભાઈ બહેનની એકબીજાને ભેટ હતી.

આ અંગે ગામનાં એક અગ્રણી યુવક દિગ્વિજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે,

fgjksgjkgjksdhgfsd "પા" ફિલ્મ જેવા રોગથી પીડાતી અંજનાએ ગ્રામજનોને બાંધી રાખડી, સર્જાયા કરુણ દ્રશ્યોઅંજનાબેન પાછળ 23 વર્ષથી આ ભયંકર રોગથી પીડાઈ રહયા છે. જેના કારણે તેઓ ઘરની બહાર પણ નથી નીકળી શકતા. પોતાના રોગયુક્ત શરીરનાં કારણે કોઈ તેમનાં મિત્ર પણ નથી. જેથી અમે ગામમાં ફેલાયેલી અંધશ્રદ્ધાને દૂર કરવા અને લોકોને એક સારો સંદેશ પહોંચાડવા આ રક્ષાબંધન નિમિતે અંજનાબેનને આગ્રહ કર્યો હતો કે તેઓ અમને રાખડી બાંધે. જે પ્રસ્તાવ અંજના બેને માન્ય રાખ્યો હતો અને અમને રાખડી બાંધી હતી.”