Tellywood/ દુલ્હન બન્યા પહેલા અંકિતા લોખંડેને મળી આ ખાસ ભેટ, લગ્નની ચર્ચાએ પકડયું જોર

લગ્ન પહેલા વિકી જૈને અંકિતા લોખંડેને એક ખાસ ભેટ આપી છે. આ વાતની જાણકારી ખુદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

Entertainment
અંકિતા

ટીવીથી લઈને બોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી અંકિતા લોખંડે આ દિવસોમાં પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છવાયેલી જોવા મળી રહી છે. અંકિતા આવરનવાર તેના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતી રહે છે. તે જ સમયે, તે ટૂંક સમયમાં તેના લગ્નની તારીખ પણ જાહેર કરવા જઈ રહી છે. હાલ જો અફવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, તેઓ આવતા મહિને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. ફેન્સ હવે તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, લગ્નના સમાચારો વચ્ચે, હવે અંકિતાને લગ્નની ભેટો પણ મળવા લાગી છે.

આ પણ વાંચો :આ એક્ટરને બિગ બોસના ઘરમાંથી કરાયો હોસ્પિટલમાં દાખલ, જાણો કેમ

લગ્ન પહેલા વિકી જૈને અંકિતા લોખંડેને એક ખાસ ભેટ આપી છે. આ વાતની જાણકારી ખુદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. બોયફ્રેન્ડ વિકી જૈન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા તે ઘણીવાર ખાસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અંકિતા લોખંડેએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર લેડીઝ સેન્ડલની તસવીર શેર કરી છે.

Instagram will load in the frontend.

આ તસવીરોમાં કેટલીક લેડીઝ સેન્ડલ જોવા મળી રહી છે. સેન્ડલની એક જોડીમાં લખ્યું છે, ‘બનવા જઈ રહેલ દુલ્હન’. તે જ સમયે, આ તમામ લેડીઝ સેન્ડલ વચ્ચે એક બોક્સ દેખાય છે. બોક્સ પર ‘હેપ્પી બ્રાઇડ’ લખેલું છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ બોયફ્રેન્ડ વિકી જૈનને ટેગ કર્યો છે. અંકિતા લોખંડેના સેન્ડલની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના ચાહકોને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.

a 123 દુલ્હન બન્યા પહેલા અંકિતા લોખંડેને મળી આ ખાસ ભેટ, લગ્નની ચર્ચાએ પકડયું જોર

આ પણ વાંચો :આવતીકાલે રેસ્ટોરાં લોન્ચ કરશે શેફાલી શાહ

રિપોર્ટ્સ અનુસાર, અંકિતા અને વિકી આવતા મહિને લગ્ન કરી શકે છે. જો કે, આ અંગે અંકિત અને વિકી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અંકિતા અને વિકીએ તાજેતરમાં જ તેમના મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ઇન્ટરનેટ પર તેમની દિવાળી પાર્ટીની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

Instagram will load in the frontend.

આ કપલ તેમની દિવાળીની તસવીરો અને ઇન્ટરનેટ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું હતું. પાર્ટીમાં તેઓ સાથે ડાન્સ કરતા અને કિસ કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અંકિતા લોખંડે અને વિકી જૈન ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમયથી એકબીજા સાથે રિલેશનમાં છે.

Instagram will load in the frontend.

અગાઉ સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંકિતા લોખંડે અને વિકી જૈન 12, 13 અને 14 ડિસેમ્બરે લગ્ન કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કપલે તેમના લગ્ન માટે કેટલાક નજીકના સેલેબ્સ અને સંબંધીઓને પહેલેથી જ જાણ કરી દીધી છે. જો કે, આ અંગે કપલ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો :ફિલ્મ RRR નું પહેલું સોંગ રિલીઝ, જુઓ જુનિયર NTR અને રામ ચરણના જબરદસ્ત ડાન્સ મૂવ્સ

અંકિતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આ દિવસોમાં ‘પવિત્ર રિશ્તા 2’માં જોવા મળી રહી છે. આ શોમાં તે શાહીર શેખ સાથે દેખાઈ રહી છે. આપને જણાવી દઈએ કે પવિત્ર રિશ્તાની પ્રથમ સીઝનને પણ ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. જે બાદ પવિત્ર રિશ્તા સિરિયલની સીઝન 2 શરૂ થઈ હતી.

આ પણ વાંચો :ગર્ભવતી છે એવલિન શર્મા, પુત્રને જન્મ આપશે કે પુત્રીને? ડિલિવરી પહેલાં થયો ખુલાસો

આ પણ વાંચો : રિયા ચક્રવર્તિને મળી મોટી રાહત, કોર્ટે હટાવ્યો બેંક એકાઉન્ટ પર લાગેલો પ્રતિબંધ