બોલિવૂડ/ અંકિતા લોખંડે એ કર્યો ખુલાસો, સુશાંત સાથે બ્રેકઅપના કારણે ઠુકરાવી હતી મોટી ફિલ્મોની ઓફર

ભલે ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાનો મામલો હવે પાછલા બર્નર પર મૂકવામાં આવ્યો છે, પરંતુ સુશાંત સિંહ રાજપૂત આજે પણ હેડલાઇન્સમાં છે. હવે તાજેતરમાં સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અંકિતા લોખંડેએ સુશાંતસાથેના

Trending Entertainment
ankita shushant અંકિતા લોખંડે એ કર્યો ખુલાસો, સુશાંત સાથે બ્રેકઅપના કારણે ઠુકરાવી હતી મોટી ફિલ્મોની ઓફર

ભલે ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાનો મામલો હવે પાછલા બર્નર પર મૂકવામાં આવ્યો છે, પરંતુ સુશાંત સિંહ રાજપૂત આજે પણ હેડલાઇન્સમાં છે. હવે તાજેતરમાં સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અંકિતા લોખંડેએ સુશાંતસાથેના  બ્રેકઅપ પર એક ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે. અંકિતાએ કહ્યું કે સુશાંતના બ્રેકઅપને કારણે જ તેમણે સંજય લીલા ભણસાલી પ્રોડક્શનના બાજીરાવ મસ્તાની મોટી ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો. અંકિતાએ એમ પણ કહ્યું હતું કે સુશાંતના બ્રેકઅપને કારણે જ તેણે બીજી 5 મોટી ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય છોડી દીધો હતો.

This throwback pic shows Ankita Lokhande had her entire wall covered with Sushant Singh Rajput and her love-filled frames - Times of India

 બ્રેકઅપ બાદ તૂટી ગઈ હતી અંકિતા

હવે,  બીજા સંબંધમાં હોવા છતાં તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અંકિતા લોખંડેએ તેના બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી હતી., રાજપૂત સાથેના બ્રેકઅપ પછી  તે સંપૂર્ણ  રીતે તૂટી ગઈ હતી, અને એવી માનસિક સ્થિતિમાં પહોંચી ગઈ હતી કે તેની કારકિર્દી વિશે પણ કાળજી લઈ શકતી ન હતી.એટલા માટે જ તેણે ઘણી મોટી બજેટ ફિલ્મોમાં પણ કામ કરવાની ના પાડી દીધી હતી.

Ankita Lokhande And Sushant Singh Rajput Break Up - सुशांत सिंह राजपूत और अंकिता लोखंडे का ब्रेकअप | Patrika News

સંજય લીલા ભણસાલીની બે મોટી ફિલ્મોમાં કામ કરવાનો કર્યો ઇનકાર

અંકિતાએ કહ્યું કે તે સમયે તે માત્ર સુશાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કરવાનું વિચારી રહી હતી, જ્યારે સુશાંત જીવનમાં વધુ આગળ વધવા માંગતો હતો.અંકિતાએ કહ્યું કે તે દરમિયાન મને પોતાને  સંભાળવામાં મુશ્કેલી પડી રહી હતી. અંકિતાએ કહ્યું કે સુશાંતના બ્રેકઅપને કારણે નિર્માતા અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની બે મોટી ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ અને ‘ગોલિયોં કી રસલીલા રામલીલા’માં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

The National Award for Music Composition is very precious to me,” Sanjay Leela Bhansali revives era of filmmaker-composer : Bollywood News - Bollywood Hungama

ફરાહ ખાનની ઓફર પણ ઠુકરાવી

અંકિતા લોખંડેએ કહ્યું કે તે સમયે માનસિક તનાવના કારણે નિર્માતા ફરાહ ખાનની ઓફર પણ ઠુકરાવી હતી. તેને શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ હેપ્પી ન્યૂ યરની ઓફર કરવામાં આવી હતી, પરંતુ અંકિતાએ કામ કરવાની ના પાડી, તે સમયે તે સુશાંતને ભુલાવી શકતી ન હતી.

Here's why Farhan Akhtar will miss Hrithik Roshan and Abhay Deol | Hindi Movie News - Times of India

જોકે, થોડા સમય પછી અંકિતા લોખંડેએ  પોતાની જાતને સંભાળી અને બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તેણે કંગના રાનાઉતની ફિલ્મ ‘મણિકર્ણિકા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અંકિતા લોખંડેએ ફિલ્મ ‘મણિકર્ણિકા’ માં ઝલકારી બાઇની ભૂમિકા ભજવી હતી, જે ખૂબ પસંદ આવી હતી. બાદમાં અંકિતા લોખંડેએ અહેમદ ખાનની ફિલ્મ બાગી 3 માં શ્રદ્ધા કપૂરની બહેનનો રોલ કર્યો હતો.