Not Set/ ફરહાન અખ્તરે કર્યું નવી ફિલ્મનું એલાન, રોડ ટ્રીપ પર નીકળશે આલિયા-પ્રિયંકા અને કેટરિના

ફરહાન અખ્તરે જાહેરાત કરી છે કે તેઓ પોતાની આગામી ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ.

Entertainment
ફરહાન અખ્તરે

ફરહાન અખ્તરે 20 વર્ષ પહેલા તેની પહેલી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જેનું નામ હતું ‘દિલ ચાહતા હૈ’, આવી સ્થિતિમાં, આ ફિલ્મના 20 વર્ષ પૂરા થવા પર ફરહાને તેના ચાહકોને ખાસ સરપ્રાઈઝ આપ્યું છે. ફરહાન અખ્તરે ટ્વિટર પર જાહેરાત કરી છે કે તેઓ પોતાની આગામી ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જોનાસ, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ છે.

આ પણ વાંચો :નીરજ ચોપરાને અભિનંદન પાઠવવામાં ભૂલ કરી બેઠા અમિતાભ બચ્ચન, આ રીતે સુધારી

ટ્વિટર પર ફિલ્મની જાહેરાત કરતા ફરહાન અખ્તરે કહ્યું, ‘શું કોઈએ રોડ ટ્રીપ વિશે કહ્યું છે? દિગ્દર્શક તરીકે મારી આગામી ફિલ્મની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છું અને દિલ ચાહતા હૈના 20 વર્ષ પૂરા કરવા કરતાં વધુ સારી તક શું છે. પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘જી લે ઝારા’નું શૂટિંગ 2022 માં શરૂ થશે અને રસ્તા પર પાછા આવવાની આતુરતાથી રાહ જોઈ રહી છે.

ફિલ્મની કહાની રૉડ ટ્રિપ અને દોસ્તી પર આધારિત હશે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા જોનાસ, કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ એક સાથે દેખાશે. આ પહેલા ફરહાન અખ્તરે ફિલ્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’ અને ‘દિલ ચાહતા હૈ’માં દોસ્તીના સંબંધોને મોટા પડદા પર ખુબ સુંદરતાથી રજૂ કર્યા હતા. ફિલ્મ ‘જી લે જરા’ની કહાની જોયા અખ્તરે લખી છે. આ ફિલ્મને એક્સેલ એન્ટરટેન્ટમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાના દીકરાનું નામ જેહ નહીં જહાંગીર છે

 આ પહેલો અવસર હશે જ્યારે ઇન્ડસ્ટ્રીની ત્રણ મોટી અને શાનદાર અભિનેત્રીઓ એક સાથે હશે. જ્યાં પ્રિયંકા ચોપડા છેલ્લીવાર બૉલીવુડ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં દેખાઇ હતી તો વળી કેટરીના કૈફ છેલ્લીવાર સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર-3’માં દેખાઇ હતી. ફરહાન અખ્તરની આ ફિલ્મનો દર્શકોને બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે. આ ફિલ્મને એક્સેલ એન્ટરટેન્ટમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.

ફરહાન અખ્તરે છેલ્લે 2011માં ‘ડોન 2’ ડિરેક્ટ કરી હતી. 10 વર્ષ બાદ ફરહાન અખ્તર ડિરેક્ટરની ખુરશીમાં બેસેલો જોવા મળશે. ‘જી લે ઝરા’ને ઝોયા અખ્તર, ફરહાન અખ્તર તથા રીમા કાગતીએ લખી છે. આ ફિલ્મને રીમા, ઝોયા, રિતેશ સિધવાણી તથા ફરહાન ફ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મ 2023માં રિલીઝ થશે તેમ માનવામાં આવે છે.

આ પણ વાંચો :9 વર્ષથી કેન્સરથી પીડિત એક્ટ્રેસ સરન્યા શશીએ દુનિયાને કહ્યું અલવિદા

આ પણ વાંચો :વાણી કપૂરે જણાવ્યું મહામારી વચ્ચે કઈ રીતે કર્યું બેલ બોટમનું શૂટિંગ, આવો રહ્યો અનુભવ