અંકલેશ્વર/ શરૂ ન થયા હોય તેવા ઉદ્યોગો પાસે બિલિંગ ચાર્જ વસુલવાનું તઘલખી ફરમાન

નર્મદા ક્લીન ટેક કંપની 100% બુકિંગ ચાર્જ અત્યારથી જ વસૂલે એ યોગ્ય નથી તેવી ઉગ્ર રજૂઆત ગાંધીનગર સુધી કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
crow 24 શરૂ ન થયા હોય તેવા ઉદ્યોગો પાસે બિલિંગ ચાર્જ વસુલવાનું તઘલખી ફરમાન
  • અંકલેશ્વર નર્મદા ક્લીનટેક કંપની સામે ઉદ્યોગકારોમાં ભારે વિરોધ
  • કન્સેન્ટ ન મળી હોવા છતાં પણ 100% બિલની ચુકવણીનો નિર્ણય કંપની દ્વારા લેવાયો
  • ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB અને કંપની વચ્ચે સંકલનનો અભાવ હોવાની છાપ
  • અગાઉથી બુક કરાવેલા ઉદ્યોગો હજી શરૂ થયા ન હોય તેમની પાસેથી પણ વસૂલાતા ચાર્જ સામે ભારે રોષ
  • NCT અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતનું પ્રદુષિત પાણીનું ટ્રીટમેન્ટ કરી નિકાલ કરે છે

અંકલેશ્વરની નર્મદા ક્લીન ટેક કંપની અંકલેશ્વર ઉપરાંત પાનોલી ઔદ્યોગિક વસાહતના પ્રદૂષિત પાણીનું ટ્રીટમેન્ટ કરીને નિકાલ કરતી કંપની છે. પરંતુ એના દ્વારા લેવાયેલા નિર્ણયો સામે ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

હાલમાં કંપની દ્વારા જે ઉદ્યોગોએ બુકીંગ કરાવ્યું હોય એમણે 100% બિલીંગ ચાર્જ ચૂકવવો પડશે એવો નિર્ણય કર્યો છે જેની સામે ઉદ્યોગોનો વિરોધ છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળે આ નિર્ણય સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો છે અને ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરી છે. ખાસ કરીને જે ખુલ્લા પ્લોટ છે અને જેમને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કન્સેન્ટ મળી નથી, તેમજ ઉદ્યોગો શરૂ થઈ શક્યા નથી પરંતુ અગાઉથી જ બુકિંગ કરાવી લીધું હોય એમની પાસે પણ 100% ચાર્જ વસૂલવા માટેનો નિર્ણય નર્મદા ક્લીન ટેક દ્વારા લેવામાં આવ્યો છે.

crow 25 શરૂ ન થયા હોય તેવા ઉદ્યોગો પાસે બિલિંગ ચાર્જ વસુલવાનું તઘલખી ફરમાન

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ઉપરાંત ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિયેશન દ્વારા પણ આ અંગે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી ચેરમેન એમ. થેન્નારસમને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જે ઉદ્યોગોએ બુકીંગ કરાવ્યું છે પરંતુ શરૂ થયા નથી એમાં નર્મદા ક્લીન ટેક કંપની 100% બુકિંગ ચાર્જ અત્યારથી જ વસૂલે એ યોગ્ય નથી તેવી ઉગ્ર રજૂઆત ગાંધીનગર સુધી કરવામાં આવી છે.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોના પ્રમુખ રમેશ ગાભાણી એ પણ તમામ સભ્ય ઉદ્યોગોને લેખિતમાં જણાવ્યું છે કે, આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવે જેથી આવા તઘલખી નિર્ણયનો વિરોધ કરી શકાય. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને જાણે આ કંપની ઘોળીને પી ગઈ હોય એવું હાલ તો લાગી રહ્યું છે ઉદ્યોગ શરૂ જ ના થયો હોય તેમ છતાં એમની પાસે બુકિંગ ફ્રી વસૂલવામાં આવે એ ક્યાંનો ન્યાય છે.

બીજી તરફ NCT કંપની અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB વચ્ચે સંકલનનો સદંતર અભાવ હોવાનું પણ આમાં દેખાઈ રહ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કન્સેન્ટ આપવામાં આવતી નથી, ઉદ્યોગો શરૂ થઈ શકતા નથી, મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ ખોરંભે પડયો છે અને બીજી તરફ બુકિંગ કરાવનાર અને અગાઉથી જ નર્મદા ક્લીન ટેકમાં પૈસા ભરનારા ઉદ્યોગસાહસિકોને માટે આ સૌથી મોટો ફટકો છે.

ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિયેશન દ્વારા પણ આ અંગે હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે. એસોના પ્રમુખ દ્વારા ચીમકી આપવામાં આવીછે NCT ના ગેટ ની બહાર ઉદ્યોગ કરો રોજ સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરશે.