Not Set/ GST/ સરળ ફોર્મ બહાર પાડવાની જાહેરાત તો કરી, પરંતુ હજુ સુધી ફોર્મ  નહીં મળવાને કારણે વેપારીઓ મુકાયા મુશ્કેલીમાં

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસમાં વેપારીઓએ વાર્ષિક રિટર્ન (GSTR-9 અને GSTR- 9C) ફાઈલ કરવા માટેના સરળ ફોર્મ બહાર પાડવા અંગે જાહેરાત કરાયાના લગભગ દોઢ મહિના કરતાં વધુ સમય થવા છતાં હજુ સુધી તેના ફોર્મ બહાર નહીં મળવાને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. GSTમાં વાર્ષિક રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટેની મુદત તા 30 નવેમ્બર,2019  છે. […]

Business
gst 1 GST/ સરળ ફોર્મ બહાર પાડવાની જાહેરાત તો કરી, પરંતુ હજુ સુધી ફોર્મ  નહીં મળવાને કારણે વેપારીઓ મુકાયા મુશ્કેલીમાં

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસમાં વેપારીઓએ વાર્ષિક રિટર્ન (GSTR-9 અને GSTR- 9C) ફાઈલ કરવા માટેના સરળ ફોર્મ બહાર પાડવા અંગે જાહેરાત કરાયાના લગભગ દોઢ મહિના કરતાં વધુ સમય થવા છતાં હજુ સુધી તેના ફોર્મ બહાર નહીં મળવાને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. GSTમાં વાર્ષિક રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટેની મુદત તા 30 નવેમ્બર,2019  છે.

જો GST સત્તાવાળાઓ સરળ ફોર્મ જારી કરે તો શું વેપારીઓએ ફકત 22 દિવસમાં વાર્ષિક રિટર્ન ફાઈલ  કરવાના રહેશે કે કેમ, વાર્ષિક રિટર્ન ફાઈલિંગમાંથી મુકિત અપાશે..?  રિટર્ન ફાઈલિંગની મુદત વધારાશે કે કેમ, તે અંગે વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. GSTમાં રૂ. 2 કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને વાર્ષિક રિટર્ન ફાઈલ કરવામાંથી મુકિત અપાઈ છે. GST કાઉન્સિલની તા. 20 સપ્ટેમ્બરે યોજાયેલી મિટિંગમાં રૂ. 2 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ઓડિટ રિપોર્ટ અને વાર્ષિક રિટર્ન (GSTR-9 અને GSTR- 9C) ફાઈલ કરવા માટેની મુદત તા.૨૦ નવેમ્બર સુધી લંબાવાઈ હતી. વાર્ષિક રિટર્ન માટેના ફોર્મ જટિલ હોવાથી તે સરળ બનાવવા માટે GST કાઉન્સિલમાં નક્કી કરાયું હતું.

જોકે, લગભગ દોઢ મહિના થવા છતાં અગમ્ય કારણોસર સરળ ફોર્મ બહાર નહીં પડાતાં રિટર્ન ફાઈલ કરવા અંગે વેપારીઓ, ટેકસ પ્રેકિટશનર્સ મૂંઝવણમાં મુકાયા છે. સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે પરંતુ ઓફલાઇન યુટિલિટીમાં એરર આવતી હોવાથી કરદાતાઓને હાલાકીનો સામનો કરવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.