મુકેશ અંબાણી, એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને અલીબાબા ગ્રૂપના સ્થાપક જેક માને પણ પાછળ છોડવા તરફ જઇ રહયા છે. રિલાયન્સ ભારતના બજારોમાં ઇ-કૉમર્સને વધારવા તરફ આગળ વધશે. બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ, શુક્રવારે અંબાણીનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ટ્રેડિંગ 1.7 ટકા વધ્યું છે. સ્ટોકની કિંમત 1100.65 થઇ ગઈ છે જે એક રેકોર્ડ હતો. હાલમાં જેક માની સંપત્તિ 44 અબજ ડોલર છે.
આ વર્ષમાં રિલાયન્સની સંપત્તિમાં વધુ 4 અબજ જોડાવાના છે. રિલાયન્સે પેટ્રોકેમિકલની ક્ષમતા વધારી છે અને જીયોને શરૂ કરવાથી રોકાણકારોની આકર્ષણ તે બાજુ વધાર્યું છે. રિલાયન્સે પોતાની 21 કરોડ ટેલિકોમ ઉપભોક્તાઓને એમેઝોન અને વોલમાર્ટ દ્વારા ઇ-કૉમર્સની સુવિધાઓ આપવાની યોજના બનાવી છે. આપને જણાવી દઈએ કે 2018 માં અલીબાબાના જેક મા પર 1.4 અબજ ડોલરનું નુકસાન થયું હતું.
અંબાણીને મોટા પ્રોજક્ટ ચલાવવા માટે જાણીતા છે, જેમ કે જામનગરનું રિફાઇનિંગ કોમ્પ્લેક્સ. ભારતની સૌથી મોટી મોબાઇલ ડેટા નેટવર્કનો હિસ્સો પણ રિલાયન્સને જ જાય છે. અંબાણીએ એક બેઠકમાં જણાવ્યું હતું કે, 2025 સુધી રિલાયન્સના દાયરાને બે ગણો કરશે.
જિયો ઑગસ્ટમાં 1100 થી વધુ શહેરોમાં ફાઇબર આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી રહી છે. રિલાયન્સે એક દાયકા પછી 100 અબજ ડોલરના ક્લબમાં પ્રવેશ કર્યો છે. રિલાયન્સના જીઓએ નાના ટેલિકોમ કંપનીઓને ક્યાં તો બજાર છોડી દેવાને દબાણ કર્યું છે અથવા તો તેમને વિલયનો માર્ગ સ્વીકારવા મજબુર બનાવ્યા છે. 2002 માં ધીરુભાઈ અંબાણીનું મરણ પછી ગ્રુપનું કમાન્ડ મુકેશ અને અનિલ અંબાણીનું હથે થયું. 2005 માં બન્ને ભાઈઓએ કંપનીઓ અલગ અલગ કરી હતી.