Success/ કોમ્યુનિકેશન ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્ધિ, સીએમએસ -1 નું સફળ પરીક્ષણ

ભારતીય વૈજ્ઞાનિકો હંમેશા દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. ભારતમાં કમ્યુનિકેશનમાં ક્રાંતિ બદલ સિંહફાળો આપનાર ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંસ્થા) એ

Top Stories India
sucessful laucn

ભારતીય વૈજ્ઞાનિકો હંમેશા દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. ભારતમાં કમ્યુનિકેશનમાં ક્રાંતિ બદલ સિંહફાળો આપનાર ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંસ્થા) એ ચેન્નઈથી 120 કિલોમીટર દૂર શ્રીહરિકોટા ખાતે સતિષ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી પીએસએલવી-સી 50 રોકેટ મારફત પોતાનો 42 મો કોમ્યુનિકેશન સેટેલાઈટ સીએમએસ -01 પ્રક્ષેપિત કર્યું. સતીષ ધવન સ્પેસ સેન્ટરથી પીએસએલવી (પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ) રોકેટનું આ 52 મુ મિશન અને ઇસરોનું 77મું લોન્ચિંગ મિશન હતું. સીએમએસ -01 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 42164 કિમીના સૌથી દૂરસ્થ બિંદુ પર સ્થાપિત થયેલ છે. જેના દ્વારા સી-બેન્ડ ફ્રીક્વન્સી મજબૂત બનાવવામાં આવશે.

ISRO launches new communication satellite CMS-01 successfully

Gujarat / કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સેકન્ડ ઈનિંગ માટે તૈયાર, સ્થા…

ઇસરોએ બનાવેલ કોમ્યુનિકેશન સેટેલાઈટ સીએમએસ -01 એ મોબાઇલ ફોનથી લઈને ટીવી સુધીના સિગ્નલના સ્તરમાં સુધારણા માટે બનાવવામાં આવી છે, જે ભારતના તટ ઉપરાંત અંદમાન, નિકોબાર અને લક્ષદ્વીપને આવરી લેશે. તે જીસેટ -12નું સ્થાન બદલે છે, જે 11 જુલાઇ, 2011 ના રોજ લોન્ચ કરાયેલ કોમ્યુનિકેશન્સ સેટેલાઇટ છે, જે આગામી સાત વર્ષ માટે વિસ્તૃત સી-બેન્ડ ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમમાં વધુ સારી સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે. જીસેટ -12નો મિશન સમયગાળો આઠ વર્ષનો હતો, જે પૂર્ણ થયો છે.

India / ઉત્તરપ્રદેશ બાદ મધ્યપ્રદેશ કેબિનેટે આપી લવ જેહાદ બિલને મંજૂર…

એ બાબત નોંધનીય છે કે ઇસરો દ્વારા તેમના ઉપગ્રહોના નામ તેમના વર્ગના આધારે આપવાનું નક્કી કરાયું હતું. ત્યારે તે શ્રેણીમાં હવે ‘સીએમએસ -01’ એ પહેલો કમ્યુનિકેશન સેટેલાઇટ છે, કે જેને ઇસરોએ આ નવી સેટેલાઇટ નામકરણ યોજના હેઠળ ભ્રમણકક્ષામાં મૂક્યો છે. અગાઉ ઇસરોએ તેના ભૂ-નિગરાની સેટેલાઇટનું નામ ‘ઇઓએસ’ રાખ્યું હતું અને હવે કમ્યુનિકેશન સેટેલાઇટનું નામ ‘સીએમએસ’ રાખવામાં આવ્યું છે.

India launches new communications satellite CMS-01 into orbit | Space

Morbi / સાબરમતી જેલમાંથી ફરાર હત્યાનો કેદી ઝડપાયો…

હવે ઇસરોનું આગામી લોન્ચ થનારું રોકેટ PSLV-C51 હશે, જે ફેબ્રુઆરી-માર્ચ 2021 માં લોન્ચ થશે. તે ભારતના પ્રથમ સ્ટાર્ટઅપ (પિક્સેલસેલ) દ્વારા બનાવવામાં આવેલા ભૂ-નિગરાની ઉપગ્રહ સાથે અવકાશમાં જશે. તે સ્પેસકિડ્સ ટીમ હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલું એક સંચાર સેટેલાઇટ અને ત્રણ યુનિવર્સિટીઓના જૂથ દ્વારા બનાવવામાં આવેલ અન્ય ઉપગ્રહ પણ સાથે લઇ જશે. ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા તેમના ઉપગ્રહોને અવકાશની કક્ષામાં પ્રક્ષેપણ કરવા માટે પીએસએલવી એ વિકસિત પ્રક્ષેપણ પ્રણાલી છે.

ISRO to launch PSLV-C50 today at 3.41 pm IST, carrying communications  satellite CMS-01 to orbit- Technology News, Firstpost

Ahmedabad / નકલી પોલીસનો આતંક, ક્રાઇમબ્રાંચની ઓળખ આપી કોન્ટ્રાક્ટરને લૂં…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…