Rajkot/ રાજકોટમાં ફરી એક વિચિત્ર કિસ્સો, બે વર્ષથી ઘરમાં પુરાયેલા માતા-પુત્રીને સંસ્થાએ કરાવ્યા મુક્ત

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં ત્રીજો એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં બંધ મકાનમાં પુરાયેલા લોકો અને સામાજિક સંસ્થા દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. સૌપ્રથમ કિશાન પરા વિસ્તારમાં એક ઘરમાં બંધ

Top Stories Rajkot
1

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં ત્રીજો એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં બંધ મકાનમાં પુરાયેલા લોકો અને સામાજિક સંસ્થા દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. સૌપ્રથમ કિશાન પરા વિસ્તારમાં એક ઘરમાં બંધ ત્રણ ભાઈ-બહેન મળી આવ્યા હતા, ત્યારબાદ સાધુવાસવાણી રોડ પર એક યુવતી મળી આવી હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો હવે બંધ મકાનમાં માતા અને પુત્ર મળી આવતા રાજકોટ શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.આ મહિલાના પતિ દુબઈમાં અને પત્ની પુત્ર સાથે બંધ મકાનમાં બે વર્ષથી પુરાયેલી રહેતી હોવાનું સામાજિક સંસ્થાને જાણ થયા બાદ તેમને મુક્ત કરાવ્યા હતા.તેમજ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

1

કૃષિ આંદોલન / ખેડૂતો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજનાર માસ્કમેનનો અસલી ચહેરો સામે આવ્યો, ખેડૂતોએ મારપીટ કરીને જૂઠ બોલાવ્યું

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે સામાજિક સંસ્થાના આગેવાનોને જાણ થયા બાદ ફરી એક વખત વેલનાથ ચોક પાસે આવેલી ગોવિંદ નગર શેરી નંબર 2 માં રહેતા સરલાબેન કાંતિભાઈ પ્રજાપતિ નામની 45 વર્ષીય તેમજ 181 કિલો વજન ધરાવતી મેદસ્વી મહિલા અને તેના 13 વર્ષના પુત્રને 181ની મદદથી મુક્ત કરાવી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ મહિલાના પતિ છેલ્લા લાંબા સમયથી દુબઈમાં વસવાટ કરે છે તેમજ સંસ્થા સાથેની વાતચીત દરમિયાન એ બાબત જાણવા મળી હતી કે મહિલાનું બે વર્ષ પૂર્વે સારણ ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેની માનસિક સ્થિતિ બગડી હતી.જેના કારણે તેઓ શૌચ ક્રિયા પણ પથારીમાં જ કરતા હોવાનું તેણે જણાવ્યું હતું.

Rajkot / સાંસદ મોહન કુંડારિયાને કોરોના,RTPCR ટેસ્ટ પોઝિટિવ,અમદાવાદની સિમ્સ હોસ્પિ.માં દાખલ

આ અંગેની જાણ સૌપ્રથમ સોસાયટીના રહેવાસીઓએ મહિલા હેલ્પલાઇન 181ને મદદ માટે જણાવ્યું હતું તેમજ સંસ્થાના ભગવતીબેન વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓએ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તેઓના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.તેઓને ઘરે પરત લાવવામાં આવ્યા હતા અને તેમના જણાવ્યા પ્રમાણે તેઓની ટીમ મહિલાના ઘરની સાફ-સફાઈ કરશે અને 13 વર્ષના પુત્રને શહેરની સામાજિક સંસ્થા દ્વારા ઉચ્ચ શિક્ષણ પણ આપવામાં આવશે. હાલ તેઓની હાલત આ રીતે શા માટે અને શા કારણોથી થઇ હશે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેમ જ કાઉન્સેલિંગ કરી અને તેઓને સ્વસ્થ બનાવવા માટે પૂરતો પ્રયાસ કરવામાં આવશે.

Election / ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું થયું એલાન, જાણીલો ક્યારે છે ચૂંટણી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…