નવી દિલ્હી/ અસદુદ્દીન ઓવૈસી પર FIR બાદ AIMIMને વધુ એક ફટકો, દિલ્હી પોલીસે 30 કાર્યકરોની કરી ધરપકડ

નૂપુર શર્મા દ્વારા પૈંગબર મુહમ્મદ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં, આ કાર્યકરો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા અને હંગામો કર્યો હતો.

Top Stories India
અસદુદ્દીન ઓવૈસી

ઉશ્કેરણીજનક નિવેદનો કરવા બદલ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ FIR નોંધાયા બાદ પાર્ટીને વધુ એક આંચકો લાગ્યો છે. ગુરુવારે નવી દિલ્હીમાં પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા બાદ પોલીસે 30 કાર્યકરોની ધરપકડ કરી છે.

પોલીસે IPC 186/188/353/332/147/149/34ની કલમો હેઠળ ધરપકડ કરી છે. IPCની આ કલમો સત્તાવાર કામમાં અવરોધ ઊભો કરવા, હુલ્લડ કે હિંસા કરવા ટોળામાં જોડાવા અને ગુનાહિત કૃત્ય માટે ભેગા થવા સંબંધિત છે.

નૂપુર શર્મા દ્વારા પૈંગબર મુહમ્મદ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં, આ કાર્યકરો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા અને હંગામો કર્યો હતો. આ દરમિયાન ઓવૈસી વિરુદ્ધ FIR નો મામલો પણ સામે આવ્યો હતો. પોલીસે તમામ કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા.

આ પણ વાંચો:ડુક્કરનાં શિકાર માટે મૂકેલો બોમ્બ હાથમાં જ ફાટતાં મહિલા અને બાળક ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:દિલ્હીમાં આજે પડી શકે છે હળવો વરસાદ, સપ્તાહના અંતે તાપમાન ઘટશે

આ પણ વાંચો:લદ્દાખમાં ચીનના નિર્માણને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્રને ઘેર્યું, કહ્યું, સરકાર દેશ સાથે દગો કરી રહી છે