કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. સોમવારે ગોવાભાઈ રબારીની સાથે તેમના પુત્ર સંજય રબારી પણ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. જો સૂત્રોનું માનીએ તો, ગુજરાતમાં કોંગ્રેસની કથળેલી હાલત, નેતૃત્વનો અભાવ અને પક્ષના સભ્યો વચ્ચેની આંતરિક ખેંચતાણને કારણે ગોવાભાઈએ પોતાને પક્ષથી દૂર કર્યા હતા. ભાજપના બે પ્રભાવશાળી નેતાઓ – ધારાસભ્યો શંકર ચૌધરી અને બળવંત સિંહ રાજપૂતે ગોવાભાઈ રબારી માટે ભાજપમાં જોડાવાનો માર્ગ મોકળો કર્યો.
ગોવાભાઈ 35 વર્ષથી રાજકારણમાં છે સક્રિય
ડીસાના કુછડવા ગામના રહેવાસી ગોવાભાઈ રબારી છેલ્લા 35 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. સાત ચૂંટણી દરમિયાન તેઓ ડીસા, દિયોદર અને ધાનેરાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ગત ચૂંટણીમાં તેમના પુત્ર સંજય રબારી પણ ડીસા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં તેમજ પૂજ્ય સંતો-મહંતોની ગરિમામય ઉપસ્થિતિમાં આજે ડીસા ખાતે પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. pic.twitter.com/3LdXyHjvgH
— BJP Gujarat (@BJP4Gujarat) June 19, 2023
ગુજરાતમાં કોંગ્રેસ નબળી છે
ખાસ વાત એ છે કે ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ જ નબળી પડી ગઈ છે. વિધાનસભામાં પણ પક્ષને વિપક્ષનો દરજ્જો નથી. જો કે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસ એકમના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પરંતુ, ગુજરાતમાં કોંગ્રેસનું રાજકીય અસ્તિત્વ ક્યારે પુનઃજીવિત થશે તે તો સમય જ કહેશે.
આ પણ વાંચો:બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે બેના મોત
આ પણ વાંચો:રેલવે કુંભમેળાને લઈને સ્પેશ્યલ 800 ટ્રેન દોડાવશે
આ પણ વાંચો:શક્તિસિંહ ગોહિલ સોમવારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળશે
આ પણ વાંચો:અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે કેટલા રસ્તા પર ડાયવર્ઝન, કેટલા બંધ તે જાણો

