@મેહુલ દુધરેજીયા
અમદાવાદ હાટકેશ્વર બ્રિજ મામલે વધુ એક આરોપી ની ધરપકડ કરવામાં આવી છે.AMC માં ફરજ બજાવતા સતીશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.હાટકેશ્વર બ્રિજમાં ટેક્નિકલ સુપરવાઈઝર તરીકે ની જવાબદારી હતી.
હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામ કેસમાં ખોખરા પોલીસે મ્યુનિ.ના ટેકનિકલ સુપરવાઈઝર સતીષ પટેલની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને મેટ્રો કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.કોર્પોરેશનના અધિકારી જગદીશ શાહે ખોખરા પોલસ સ્ટેશનમાં અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડાયરેક્ટર રમેશ પટેલ સહિત 7 સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરીને કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા 38 વર્ષીય સતીષ પટેલની ધરપકડ કરી છે.

કોર્પોરેશન દ્વારા બ્રિજ બનાવવાનું કામ અજય એન્જિનિયરિંગને સોંપાયું હતું. બ્રિજના કામની ઉપર સુપરવિઝન તરીકે કોર્પોરેશને નિયુકત કરેલ એસજીએસ ઇન્ડિયા (પી. એમ.સી) ના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપર વિશ્વાસ રાખી બ્રિજ બનાવવાની કામગીરી સોંપી હતી. એસજીએસ ઇન્ડિયાએ બ્રિજના સુપરવિઝનનું કામ નહીં કરી ગુનાઈત વિશ્વાસઘાત કરી આરોપીઓએ ઇરાદાપૂર્વક નફો કરવાના ઇરાદે નબળી ગુણવત્તા કરવાની છે.સતીશ પટેલ કોર્પોરેશનમાં દસ વર્ષથી ફરજ બજાવે છે અને ઇસનપુર બ્રિજ પણ તેમના જ સમય માં બાંધવામાં આવ્યો હતો.

આ કેસમાં પકડાયેલ આરોપી સતીષ પટેલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે પણ તેમણે તેમની ફરજ યોગ્ય રીતે બજાવી ન હતી. તેમજ નિયત ગુણવત્તા મુજબ બ્રિજનું બાંધકામ થયું છે કે નહીં તેની ચોક્સાઈ કરી ન હતી.બ્રિજના કામમાં કેટલો સિમેન્ટસ્ટીલ, કપચીનો ઉપયોગ થયો તેની તપાસ કરવાની છે. આરોપી પાસેથી બ્રિજ બનાવવા માટે જે કામ કરેલ તેના મટીરીયલ બિલોના અંગે ની પણ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ
આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!
આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ
