Rajkot News/ રાજકોટમાં સાગઠિયાનું વધુ એક કરસ્તાન બહાર આવ્યું

રાજકોટમાં સાગઠિયાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે.  સાગઠિયા પર 25 હજાર વારની જગ્યાનો માલિક હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આંબેડકર ચોક નજીકની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું છે. આમ મનસુખ સાગઠિયા સામે વધુ એક આરોપ છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 5 2 રાજકોટમાં સાગઠિયાનું વધુ એક કરસ્તાન બહાર આવ્યું

Rajkot News: રાજકોટમાં સાગઠિયાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે.  સાગઠિયા પર 25 હજાર વારની જગ્યાનો માલિક હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આંબેડકર ચોક નજીકની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું છે. આમ મનસુખ સાગઠિયા સામે વધુ એક આરોપ છે.

સાગઠિયા પર પ્લાન પાસ કર્યા વગર જ બિલ્ડિંગ બનાવવાની મંજૂરીનો આરોપ છે. હાઇકોર્ટનો મનાઈહુકમ હોવા છતાં બાંધકામ કર્યાનો આરોપ છે. ખેડૂતની માલિકીની જમીન પર દબાણ કરી બાંધકામ કર્યુ હોવાનો આરોપ છે. બાંધકામ કરાવીને આખી બિલ્ડિંગ હાલમાં ભાડે આપી દેવામાં આવી છે.

મનસુખ સાગઠિયાએ ભ્રષ્ટાચારની માજા મુકી હોવાનું સામે આવ્યુ છે. શહેરમાં ઈમ્પેક્ટ ફીના નામે શાળા-કોલેજોને ડોમ બાંધવા માટે છૂટો દોર આપ્યો હતો અને સ્કલ-શાળાઓએ પણ ડોમ તાણી બાંધ્યા હતા. શહેરમાં 80 જેટલી બિલ્ડીંગોમાં ડોમ બાંધ્યા બાદ ઈમ્પેક્ટ ફી ભરાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા તમામ જોખમી બાંધકામોને હટાવવામાં આવશે.

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ સાગઠિયાએ એસીબીની તપાસ દરમિયાન કર્યો હતો, તેણે કબૂલ્યું કે જે અગ્નિકાંડ બન્યો તેની પહેલા ગેમઝોન સંચાલકો પાસેથી તેણે લાંચ લીધી હતી. એસીબીની તપાસ દરમિયાન સાગઠીયાએ અનેક પ્લાન ભ્રષ્ટાચાર કરી પાસ કર્યાનું કબુલ્યું હતું.

ઓફિસમાંથી કરોડોની રોકડ અને સોનું મળ્યું

રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને સોમવારે રાતથી ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં સાગઠીયા વિરુદ્ધની તપાસમાં શું મોટા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ, તંત્ર એલર્ટ

આ પણ વાંચો:વલસાડમાં પૂરની સ્થિતિ, 1000 લોકોનું સ્થળાંતરણ…શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ

આ પણ વાંચો:શિવાલયો મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠશે, ભક્તોમાં દર્શન કરવા જોવા મળી તાલાવેલી

આ પણ વાંચો:પેરિસમાં પેરાલિમ્પિક્સમાં ભાગ લેશે ગુજરાતના આ ખેલાડીઓ