#TokyoOlympic2021/ બોક્સિંગમાં ભારતને વધુ એક ઝટકો, સતીશ કુમારને ક્વાર્ટર ફાઇનલમાં મળી હાર

બોક્સિંગમાં, ભારતનો મુકાબલો એક તરફ ક્વાર્ટર ફાઇનલ મેચમાં થયો, જ્યા પુરુષોનાં સુપર હેવી વેગ વર્ગમાં સતીશ કુમાર ઉજબેકિસ્તાનનાં બખોદિર જલલોવ સામે ઉતર્યા.

Top Stories Sports
11 7 બોક્સિંગમાં ભારતને વધુ એક ઝટકો, સતીશ કુમારને ક્વાર્ટર ફાઇનલમાં મળી હાર

ભારત 1 ઓગસ્ટનાં રોજ ટોક્યો ઓલિમ્પિકમાં વધુ એક મેડલ મેળવવામાં ચૂકી ગયું છે. પુરૂષોની 91 કિગ્રા+ વજન કેટેગરીનાં ક્વાર્ટર ફાઇનલ 1 માં, વર્લ્ડ ચેમ્પિયન અને એશિયન ચેમ્પિયન ઉઝબેકિસ્તાનનાં બાખોદિર જલલોવે બ્લુ કોર્નરમાંથી રમતા સતીશ કુમારને 5-0 નાં માર્જિનથી હરાવ્યો છે. આ હાર મળ્યા બાદ હવે સતીશની મેડલ જીતની આશા પર પાણી ભરી વળ્યુ છે.

આ પણ વાંચો – ભારે વરસાદ / દિલ્હીમાં સોમવાર માટે ‘યલો’ અને ‘ઓરેન્જ’ એલર્ટ જારી, હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા

બોક્સિંગમાં, ભારતનો મુકાબલો એક તરફ ક્વાર્ટર ફાઇનલ મેચમાં થયો, જ્યા પુરુષોનાં સુપર હેવી વેગ વર્ગમાં સતીશ કુમાર ઉજબેકિસ્તાનનાં બખોદિર જલલોવ સામે ઉતર્યા. અહીં તેની ટોચની હરીફ હતી, સતીશે આક્રમકતા દર્શાવી હતી અને આત્મવિશ્વાસ પણ સ્પષ્ટ દેખાઇ રહ્યુ હતુ પરંતુ કુમાર પાસે વર્લ્ડ ચેમ્પિયન જલલોવનો જવાબ નહોતો. અને ભારત આ મેચ 5-0થી હારી ગયું. પહેલા જ મુકાબલામાં, સતીશે જુસ્સો બતાવ્યો, તેણે સંપૂર્ણ આક્રમકતા સાથે બોક્સિંગ કરી અને બે સચોટ મુક્કા પણ માર્યા. તેનો હુમલો ચાલુ રહ્યો પરંતુ પ્રથમ રાઉન્ડ જલલોવનાં નામે રહ્યો, જેને તમામ જજોએ 10 પોઇન્ટ આપ્યા. બીજા રાઉન્ડમાં પણ સતીશની રણનીતિ હુમલો કરવાની હતી પરંતુ તેનો બચાવ સારો ન હતો, જેનો વધુ સારો ફાયદો ઉઠાવીને જલલોવે નાના પરંતુ અસરકારક મુક્કા લગાવ્યા. બીજો રાઉન્ડ પણ તમામ જજોની સંમતિથી જલલોવ તરફી રહ્યો. સતીશે ચોક્કસપણે પોતાના પર વિશ્વાસ બતાવ્યો હતો પરંતુ વિશ્વ ચેમ્પિયન સામે ટકી રહેવું એટલું સરળ દેખાતું નહોતું. છેલ્લી થોડી સેકંડમાં, સતીશને જ્યાં ઘાયલ થયો હતો ત્યાં મુક્કો વાગ્યો. સતીશ કુમાર માટે તે ક્યારેય સરળ મેચ ન હતી કારણ કે તે વિશ્વનાં નંબર વન ક્રમાંકિત બોક્સર સામે લડી રહ્યો હતો.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / ભારતીય હોકી ટીમ ઈતિહાસ રચવા તરફ અગ્રેસર, પુરુષ-મહિલા બન્ને ટીમો મેડલની રેસમાં

ત્રીજા રાઉન્ડમાં પણ જલલોવનું સંપૂર્ણ વર્ચસ્વ જોવા મળ્યું. આ સાથે ભારતનો પડકાર અહીં સમાપ્ત થયો. નિર્ણય સર્વાનુમતે હતો જે ઉઝબેકિસ્તાનની તરફેણમાં ગયો. બોક્સર સતીશ કુમારને આગામી મેચ માટે ફિટ જાહેર કરાયો હતો. પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં સતીશ કુમાર ઘાયલ થયા હતા અને તેમને 7 ટાંકા આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને આગામી મેચ માટે મેડિકલ ક્લિયરન્સ મળી ગયું હતું.