Not Set/ વડોદરામાં વધુ એક વિદ્યાર્થીની હત્યા : પ્રેમમાં હત્યાની શંકા

વિદ્યાર્થીની મીરાં કેસમાં એક સંદીપ મકવાણા નામના યુવાનનું નામ ખુલ્યું છે અને પોલીસ હવે તેની પૂછપરછ કરી તપાસ આગળ હાથ ધરી રહી છે.

Top Stories Gujarat Vadodara
વિદ્યાર્થીની

વડોદરામાંથી ગુમ થયેલી વિદ્યાર્થીની ની લાશ મળતા ચકચાર મચી ગઇ છે. વડોદરા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કારણકે મીરા સોલંકીની  હત્યા કરાયેલી લાશ તિલકવાડા વિસ્તારના એક ખેતરમાંથી મળી આવી હતી. વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી અને ધોરણ 12ની પરીક્ષા આપી ચૂકેલી 20 વર્ષીય વિદ્યાર્થીની  મીરા સોલંકીની માતાપિતાની એકની એક દીકરી હતી. મીરાની લાશ મળ્યા બાદ ઘટના સ્થળે લોકોનાં ટોળે ટોળાં ઉમટ્યા હતા. પોલીસે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ કેસમાં એક સંદીપ મકવાણા નામના યુવાનનું નામ ખુલ્યું છે અને પોલીસ હવે તેની પૂછપરછ કરી તપાસ આગળ હાથ ધરી રહી છે.

મળતી વિગત અનુસાર મૃતક વિદ્યાર્થીનીનું નામ મીરા સોલંકી હોવાનું જાણવા મળ્યું છે. જે વડોદરાના  માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે માતા-પિતા સાથે રહેતી હતી. મીરાએ ગત અઠવાડિયે સાંજે ઘરે આવવાનું કહ્યું કહ્યું હતું પરંતુ મોડીરાત સુધી ઘરે પરત ફરી નહતી. જેથી માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી. આ કેસમાં જાણવા મળ્યું છે કે મૃતક વિદ્યાર્થિનીએ તેના પિતરાઈ ભાઈને મેસેજ કરીને જણાવ્યું હતું કે, તે સંદિપ સાથે છે ચિંતા કરશો નહીં તે રવિવારે સાંજ સુધીમાં ઘરે પરત આવી જશે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, ગળુ દબાવીને અને ડામ આપીને મીરાની હત્યા કરવામાં આવી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનું સાચુ કારણ સામે આવી જશે. મીરાની હત્યા કેવી રીતે કરવામાં આવી એનું ચોક્કસ કારણ પણ બહાર આવશે. મીરા સોલંકીનો મોબાઈલ ફોન પણ ગુમ હોવાથી તેની પણ તપાસ હાથ ધરાઈ છે. આ મામલે તિલકવાડા અને માજલપુર પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે સંયુક્ત તપાસ હાથ ધરી છે. ઓલ્ડ પાદરા રોડ પર રહેતા સંદીપ મકવાણા સાથે મીરા સોલંકી તિલકવાડા તરફ ગઇ હતી. જેથી સંદીપ શંકાના દાયરામાં આવ્યો છે. હવે પોલીસ સંદીપની પૂછપરછ કરીને આ કેસ ઉકેલવાની દિશામાં પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : WHO ના ‘નિર્દેશક’ એ ભારતના કર્યા વખાણ, આ કાર્યની કરી જોરદાર પ્રશંસા

મંતવ્ય