દહેજ મૃત્યુ/ દહેજના ખપ્પરમાં વધુ એક મહિલા હોમાઈઃ સુરતની પરીણિતાએ લગ્નતિથિએ જ મોતનો અંતિમ ‘ફેરો’ ફર્યો

ભારતીય સમાજમાં દહેજનું દૂષણ હજી ઘટ્યું લાગતું નથી. સુરતમાં દહેજના ખપ્પરમાં વધુ એક દીકરી હોમાઈ હતી. દહેજના ખપ્પરમાં હોમાયેલી આ પરીણિતાએ લગ્નતિથિના દિવસે જ મૃત્યુને વ્હાલુ કર્યુ હતું.

Top Stories Gujarat Surat
Dowry death

ભારતીય સમાજમાં દહેજનું Dowry Death દૂષણ હજી ઘટ્યું લાગતું નથી. સુરતમાં દહેજના ખપ્પરમાં વધુ એક દીકરી હોમાઈ હતી. દહેજના ખપ્પરમાં હોમાયેલી આ પરીણિતાએ લગ્નતિથિના દિવસે જ મૃત્યુને વ્હાલુ કર્યુ હતું. લગ્નમાં 15-15 તોલા જેટલું સોનું આપવામાં આવ્યું હોવા છતાં સાસરીવાળાનું મન ભરાયું ન હતુ, તેથી તેમની લાલચથી કંટાળી ગયેલી પરીણિતાએ મોતને વ્હાલુ કર્યુ હતુ. આમ દહેજના દૂષણે વધુ એક પરિવાર ઉજ્જડ કરી દીધો હતો.

સુરતના ડિંડોલી વિસ્તારમાં મધુરમ સર્કલ પાસે Dowry Death 26 વર્ષીય પરીણિતા નેહા વિનોદ બોરસેએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. નેહાએ ઘરની છતના હૂક સાથે દોરી બાંધીને આત્મહત્યા કરી હતી. આ બતાવે છે કે તેણે કેટલો શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હશે. Dowry Death નેહાના પિતાએ તેના સાસરીવાળા સામે ફરિયાદ નોંધાવી કે તેના સાસરીવાળા તેને દહેજ માટે ત્રાસ આપતા હતા. તેના પછી ડિંડોલી પોલીસે નેહાબેનના પતિ વિનોદ, સાસુ સસરા અને નણંદ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

નેહાના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે 2017ના વર્ષમાં Dowry Death નેહા અને વિનોદના લગ્ન થયા હતા. એ લગ્નમાં અમે દસ તોલા સોનું આપ્યું હતું. આ સાથે જ કરિયાવરનો તમામ સામાન આપ્યો હતો. Dowry Deathતેના પછી નેહા જ્યારે પોતાના પિયરમાં આવતી ત્યારે તેની પાસેથી સોનાનો દાગીનો લઈ આવવાની માંગ કરવામાં આવતી હતી. તેથી લગ્નના છ વર્ષમાં અમે પાંચ તોલા જેટલી સોનાની વસ્તુઓ આપી હતી, પરંતુ પછી સાસરિયાવાળાઓની લાલચ વધતી જતી હતી અને તેથી તેમની માંગ પણ વધતી જતી હતી. તેથી અમે તેમને સોનું આપવાની ના પાડી હતી, અમે પણ મધ્યમ વર્ગના જ છીએ. અમારી પણ ક્ષમતા મર્યાદિત છે. અમે સોનું આપવાની ના પાડતા સાસરીવાળા તેને ત્રાસ આપવા લાગ્યા હતા.

પરીણિતાના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરીને તેના પતિ, સાસુ-સસરા હેરાન કરવા લાગ્યા હતા. એટલું જ નહી તેની નણંદ દિપાલી પાટીલ પણ સુરત આવીને સાસુ-સસરાને ચઢામણી કરતી હતી, જેથી સાસરીવાળા નેહાને વધુ ત્રાસ આપતા હતા.Dowry Death  વધુમાં મને જણાવ્યું હતું કે મારી દીકરીને તેનો પતિ, સાસુ-સસરા અમારા કોઈ સગાસંબંધીને ત્યાં કોઈપણ પ્રસંગે જવા દેતા ન હતા. આ બાદ મને ફોન આવ્યો કે તમારી પુત્રી નેહાની તબિયત બગડી છે, જે વિશે તપાસ કરતા જાણવા મળ્યું કે મારી દીકરીએ નાયલોનની દોરી સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મારી દીકરીના મોત માટે તેના સાસરિયાવાળા જ જવાબદાર છે.

 

આ પણ વાંચોઃ Guj Government-Private School/ ગુજરાતમાં શિક્ષણનો ધૂમ વેપલો કરતી સરકારઃ બે વર્ષમાં સરકારી એકેય નહી અને 495 ખાનગી શાળાઓને તાત્કાલિક મંજૂરી

આ પણ વાંચોઃ Earthquake/ ન્યૂઝીલેન્ડમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપઃ તુર્કીની યાદ અપાવી

આ પણ વાંચોઃ Shivrajsingh Chauhan/ મધ્યપ્રદેશમાં ભાજપનો ચહેરો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જ રહેશે