શરમજનક/ અમદાવાદમાં વધુ એક યુવતી બની સાયબર ક્રાઈમનો શિકાર, વાંચો શું થયું

અમદાવાદમાં મહિલાઓની હવે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર પણ હેરાનગતિ થવા લાગી છે. પહેલા જાહેર માર્ગ કે જાહેર સ્થળ ઉપર મહિલાઓની છેડતીના કિસ્સા બનતા હતા. જોકે, હવે સોશિયલ સાઈટ ઉપર પણ મહિલાઓની છબી ખરાબ કરવાના કિસ્સા પ્રકાશમાં આવતા થઇ રહ્યા છે જે ખુબજ શર્મનાક બાબત છે. અમદાવાદમાં રહેતી ખુશ્બૂ નામની 20 વર્ષીય યુવતીએ વિચાર્યું પણ નહતું […]

Ahmedabad Gujarat
girl rape અમદાવાદમાં વધુ એક યુવતી બની સાયબર ક્રાઈમનો શિકાર, વાંચો શું થયું

અમદાવાદમાં મહિલાઓની હવે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર પણ હેરાનગતિ થવા લાગી છે. પહેલા જાહેર માર્ગ કે જાહેર સ્થળ ઉપર મહિલાઓની છેડતીના કિસ્સા બનતા હતા. જોકે, હવે સોશિયલ સાઈટ ઉપર પણ મહિલાઓની છબી ખરાબ કરવાના કિસ્સા પ્રકાશમાં આવતા થઇ રહ્યા છે જે ખુબજ શર્મનાક બાબત છે.

અમદાવાદમાં રહેતી ખુશ્બૂ નામની 20 વર્ષીય યુવતીએ વિચાર્યું પણ નહતું કે તે સોશિયલ ક્રાઈમની અડફેટે આવી જશે અને તેનું નામ ખરાબ થઇ જશે. કોઈ અજાણી વ્યક્તિએ ખૂશ્બૂના નામનું ફેંક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને તેના સિમ્પલ ફોટોઝને એડિટ કરીને તેના ફેસને અન્ય નગ્ન યુવતીના ફેસ સાથે જોડી દઈને આવા ગંદા ફોટા વાઇરલ કરી દીધા છે. ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ ઉપર યુવતીના એડિટિંગ વાળા નગ્ન ફોટા વાઇરલ થયા બાદ આ અંગેની ખબર જયારે ખુશ્બૂ અને તેના ઘરના સભ્યોને પ્રાપ્ત થઇ હતી ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી પડી હતી.

બે ઘડી માટે તો ખુશ્બુ અને તેના માતા પિતા શોકમાં રહી ગયા હતા કે હવે એમની દીકરીની લાજ કેવી રીતે સચવાશે. સમાજમાં લોકો કેવી રીતે તેમની દીકરીની સામે જોશે તેવા ઘણા બધા વિચારો તેમના મનમાં આવી રહ્યા હતા અને સાથે સાથે તેમની આંખોમાંથી આંસુ પણ નીકળી રહ્યા હતા.

ખુશ્બૂએ ખુબજ હિમ્મતની સાથે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં જઈને અજાણ્યા ઈસમની સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદ ના આધારે અજાણ્યા ઇન્સટ્રાગ્રામ યુઝર સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.