અવસાન/ પ્રતિજ્ઞા સીરિયલથી લોકપ્રિય થયેલા અનુપમ શ્યામનું 63 વર્ષની વયે નિધન, લાંબા સમયથી બીમાર હતા

તિજ્ઞાની બીજી સીઝન શરૂ થઈ ત્યારે તે અભિનયમાં પાછા ફર્યા તે શૂટિંગ પૂરું થયાના એક અઠવાડિયા બાદ ત્રણ વખત ડાયાલિસિસ પર જતા હતા.

Entertainment
anupam પ્રતિજ્ઞા સીરિયલથી લોકપ્રિય થયેલા અનુપમ શ્યામનું 63 વર્ષની વયે નિધન, લાંબા સમયથી બીમાર હતા

નાના પડદાના ઠાકુર સજ્જન સિંહ ઉર્ફે અનુપમ શ્યામનું નિધન થયું છે. તેના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેઓ પ્રખ્યાત ટીવી સિરિયલ ‘પ્રતિજ્ઞા માં ઠાકુર સજ્જન સિંહનું પાત્ર ભજવીને તેઓ ખુબ લોકપ્રિય બન્યા હતા. અનુપમ શ્યામ ઓઝા છેલ્લા વર્ષથી કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા

ગયા વર્ષે, લોકડાઉન દરમિયાન અનુપમ શ્યામની તબિયત બગડી હતી. તેમને હોસ્પિટલમાં ICU માં દાખલ કરવામાં આવ્યા હતા.એ સમય દરમિયાન ઘરમાં પણ તંગી ચાલી રહી હતી. જેના કારણે તેમણે ઘણા લોકોને મદદ માટે અપીલ કરી હતી., જ્યારે મન કી આવાઝ પ્રતિજ્ઞાની બીજી સીઝન શરૂ થઈ ત્યારે તે અભિનયમાં પાછા ફર્યા તે શૂટિંગ પૂરું થયાના એક અઠવાડિયા બાદ ત્રણ વખત ડાયાલિસિસ પર જતા હતા.

અશોક પંડિતે ટ્વિટ કર્યું, ‘જાણીને ખૂબ જ દુ :ખ થયું કે પીઢ અભિનેતા અનુપમ શ્યામના શરીરના અંગો ફેલ થઇ જવાના  કારણે નિધન થયું છે. ફિલ્મ અને ટીવી ઉદ્યોગ માટે આ એક મોટું નુકસાન છે. શ્રદ્વાજંલિ ‘

અનુપમ શ્યામે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેને ટેલિવિઝન પરથી જ ઓળખ મળી હતી. તેણે પોતાનું સ્કૂલિંગ પ્રતાપગgarhથી જ કર્યું. આ પછી તેમણે ભારતેન્દુ નાટ્ય એકેડમી, લખનૌથી થિયેટરનો અભ્યાસ કર્યો. એટલું જ નહીં, તે પછી તેમણે દિલ્હીમાં શ્રી રામ કેન્દ્ર રંગમંડળમાં કામ કરવાનું શરૂ કર્યું. અને ટૂંક સમયમાં તે અભિનયના સ્વપ્ન સાથે મુંબઈ ગયો.