ડ્રગના કેસમાં ધરપકડ કરાયેલા બોલિવૂડ અભિનેતા અરમાન કોહલીને મુંબઈની કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. અરમાનને એનસીબીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જે પહેલી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયો . એનસીબી એક્ટ હેઠળ 28 ઓગસ્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા અરમાનની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ પહેલા એનસીબીએ તેના ઘરે દરોડા પણ પાડ્યા હતા.
અરમાનને બુધવારે એનસીબી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. 28 ઓગસ્ટના રોજ તેની ધરપકડ બાદ એનસીબી દ્વારા અરમાનને વિશેષ એનડીપીએસ કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને એક દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. સોમવારે એનસીબી એ બંનેને કોર્ટમાં રજૂ કરતી વખતે કસ્ટડી વધારવાની માંગ કરી હતી. એનસીબીએ દલીલ કરી હતી કે તેમને અભિનેતાના ઘરેથી એક ગ્રામથી વધુ કોકેન મળી છે અને તેમને પૂછપરછ માટે બંનેને કસ્ટડીમાં રાખવાની જરૂર છે.
નોંધનીય છે કે દરોડા બાદ કોહલીની પહેલા અટકાયત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં એનસીબી દ્વારા નાની માત્રામાં ડ્રગ્સ રાખવા માટે સંબંધિત નિયમો હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર એનસીબી એક્ટ હેઠળ ગેરકાયદે ધિરાણ અને આરોપીઓને સુરક્ષા આપવાનો પણ આરોપ છે.
અરમાન કોહલી બોલિવૂડના જાણીતા નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર કોહલીનો પુત્ર છે. અરમાને 1992 માં આવેલી ફિલ્મ વિરોટીથી મુખ્ય અભિનેતા તરીકે ફિલ્મોમાં પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. જોકે, અરમાનની અભિનય કારકિર્દી બહુ સારી નહોતી.
તેમની સૌથી યાદગાર ફિલ્મોમાં 2002 ની મલ્ટિસ્ટારર જાની દુશ્મન – એક અનોખી કહાની છે, જે 1976 ની તેમના પિતા દ્વારા નિર્દેશિત નાગિનની રિમેક છે. આ ફિલ્મમાં સની દેઓલ, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, શરદ કપૂર અને સોનુ નિગમ મુખ્ય ભૂમિકામાં હતા, જ્યારે અરમાન અને મનીષા કોઈરાલા નાગ નાગિનની ભૂમિકામાં હતા.