World/ રાત્રે ઉંઘમાં ગળી ગયો એપલના વાયરલેસ હેડફોન, એક્સરે કર્યો તો ચોંકી ગયા ડૉક્ટર

એક શખ્સ એપલ એરપોડ્સ સૂવાના સમયે ગળી જવાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ વિચિત્ર ઘટના મેસાચુસેટ્સ શહેરમાં બની છે. અહીં રહેતા એક વ્યક્તિએ ઉંઘમાં એરપોડ્સ ગળી ગયો. જ્યારે સવારે વ્યક્તિને છાતીમાં દુખાવો થયો હતો, ત્યારે તે આ મામલો સમજી ગયો. હવે આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર 38 વર્ષીય […]

World

એક શખ્સ એપલ એરપોડ્સ સૂવાના સમયે ગળી જવાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ વિચિત્ર ઘટના મેસાચુસેટ્સ શહેરમાં બની છે. અહીં રહેતા એક વ્યક્તિએ ઉંઘમાં એરપોડ્સ ગળી ગયો. જ્યારે સવારે વ્યક્તિને છાતીમાં દુખાવો થયો હતો, ત્યારે તે આ મામલો સમજી ગયો. હવે આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Image result for accidentally-swallows-apple-airpods-while-sleeping-at-night

રિપોર્ટ અનુસાર 38 વર્ષીય બ્રેડ ગોથિયરે દરરોજ સૂતી વખતે આ એરપોડનો ઉપયોગ કરતો હતો. જ્યારે તે સવારે જાગી ગયો,તો તેનો એક એરપોડ ગાયબ હતો, શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. તે પાણી પણ પી શકતો ન હતો. તેની પત્ની અને પુત્રને સમજાયું કે આ એરપોડ્સ ગળી જવાને કારણે થયું છે. તેથી તે તરત જ ડૉક્ટર પાસે ગયો.

એરપોર્ટ પર 3200 વાયગ્રાની ગોળીઓ સાથે ભારતીય શખ્સની ધરપકડ, મિત્ર માટે લઇ જઇ રહ્યો હતો દવા

Image result for accidentally-swallows-apple-airpods-while-sleeping-at-night

ગોથિયરનો જોઇને ડૉકટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ડૉકટરોએ કહ્યું કે એપલ એરપોડ તેની અન્નનળીમાં ફસાઈ ગયો છે. તેમણે એરપોડને બહાર કાઢવા માટે ઇમરજન્સી એન્ડોસ્કોપી કરાવી. ગોથીયર કહે છે કે તે બચી શક્યો છે તે ભાગ્યશાળી છે અને હવે તે જોખમની બહાર છે. તેણે વાયરલેસ હેડફોનનો ઉપયોગ કરતી વખતે બાકીના લોકોને પણ સાવધ રહેવાની સલાહ આપી છે.

બોયફ્રેન્ડ કરવા જઇ રહ્યો હતો બીજી સ્ત્રી સાથે લગ્ન, તો મહિલાએ પ્રેમીના ટૂકડા-ટૂકડા કરી શ્વાનને ખવડાવી દીધા…

બાદમાં ડૉકટરોએ ગોથિયરના શરીરમાંથી એરપોડ કાઢી સર્જરી કરાવી હતી. હવે ગોથિયર સંપૂર્ણ ઠીક છે અને આવી સ્થિતિમાં તેની પત્નીને ટેકો આપવા બદલ તેણે તેની પત્નીનો આભાર માન્યો છે. લોકોને વાયરલેસ હેડફોન સાંભળતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. બ્રાડ કહે છે કે ડૉકટરોએ ચેતવણી આપી હતી કે એરપોડ તેની જગ્યાએથી પેટ અથવા ફેફસામાં જવાની શક્યતા હતા, પરંતુ સર્જરી સફળ રહી હતી અને ગોશિયરે ખાવા-પીવાનું શરૂ કર્યુ છે.