Not Set/ બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ગાંધીનગર IITના ડાયરેકટર સુધીર જૈનની નિમણૂંક

IIT-ગાંધીનગરના ડાયરેક્ટર તરીકે સેવા આપતા સુધીર જૈનને પ્રતિષ્ઠિત બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

Top Stories Gujarat
AMMM બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ગાંધીનગર IITના ડાયરેકટર સુધીર જૈનની નિમણૂંક

2009 થી IIT-ગાંધીનગરના ડાયરેક્ટર તરીકે સેવા આપતા સુધીર જૈનને પ્રતિષ્ઠિત બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.તેમને હાલમાં જ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા,શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગના નિમણૂક પત્ર મુજબ, જૈનની BHU ખાતે નિમણૂકની મુદત તેઓ પદ સંભાળે ત્યારથી 3 વર્ષ માટે અથવા તેઓ 70 વર્ષના થાય ત્યાં સુધી,એ માંથી જે વહેલું હોય તે માટે રહેશે

 IIT-ગાંધીનગરના ડાયરેક્ટર તરીકે સેવા આપતા સુધીર જૈનને પ્રતિષ્ઠિત બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ 2014 થી 2018 દરમિયાન ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર અર્થક્વેક એન્જિનિયરિંગના પ્રમુખ પણ હતા,62 વર્ષીય જૈને ઉમેર્યું હતું કે તેઓ કાર્યક્ષમતા અને પ્રેરણાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરશે.

ટોચની પ્રતિભાને લાવવી, તકો આપવી અને યોગ્ય વાતાવરણ ઊભું કરવું એ સિદ્ધાંતો હશે જેના પર તે કામ કરશે, એમ બીએચયુના વીસી તરીકે પ્રો. વિજય કુમાર શુક્લાના અનુગામી થનાર સુધીર જૈને જણાવ્યું હતું.

છેલ્લા પાંચ મહિનામાં ગુજરાતમાંથી રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં થયેલી આ ત્રીજી મહત્વપૂર્ણ શૈક્ષણિક નિમણૂક છે. અગાઉ એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વીસી ડો. યોગેશ સિંઘને દિલ્હી યુનિવર્સિટીના વીસી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો. આલોક કુમાર ચક્રવાલને ગુરુ ઘાસીદાસ કેન્દ્રીય યુનિવર્સિટી, બિલાસપુરના વીસી બનાવવામાં આવ્યા હતા.