Covid-19/ અંકલેશ્વરમાં કોવેક્સિન રસી ઉત્પાદનને મંજૂરી, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે માહિતી આપતા કહ્યુ કે, સરકારે ગુજરાતમાં અંકલેશ્વર ખાતે ભારત બાયોટેકના કોવાક્સિનના ઉત્પાદન માટે રસી ઉત્પાદન સુવિધાને મંજૂરી આપી છે.

Top Stories Gujarat Others
1 30 અંકલેશ્વરમાં કોવેક્સિન રસી ઉત્પાદનને મંજૂરી, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત
  • હવે ગુજરાતનાં અંકલેશ્વરમાં કોવેક્સિન રસી ઉત્પાદનને મંજૂરી
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી જાહેરાત
  • અંકલેશ્વરમાં ઉત્પાદનથી રસીનાં ઉત્પાદનમાં વધારો થશે
  • ભારત બાયોટેકની કોવેક્સિન હવે અંકલેશ્વરમાં બનશે
  • ભારત સરકારે અંકલેશ્વરમાં રસી ઉત્પાદનને આપી મંજૂરી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે માહિતી આપતા કહ્યુ કે, સરકારે ગુજરાતમાં અંકલેશ્વર ખાતે ભારત બાયોટેકના કોવાક્સિનના ઉત્પાદન માટે રસી ઉત્પાદન સુવિધાને મંજૂરી આપી છે.

આ પણ વાંચો – વિશ્વ સિંહ દિવસ / મોદીએ સિંહ સંરક્ષણ માટે ઉત્સાહી લોકોને અભિનંદન આપ્યા, ભારતમાં સિંહોની વસ્તીમાં વધારો થતો જોવા મળ્યો

આપને જણાવી દઇએ કે, કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટ્વીટ કર્યુ છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ભારત સરકારે અંકલેશ્વરમાં વેક્સિન ઉત્પાદનને મંજુરી આપી છે. જે બાદ હવે ભારત બાયોટેકની કોવેક્સિન હવે અંકલેશ્વરમાં બનશે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી લહેરનો કહેર હવે શાંત થઇ ગયો છે. વળી લોકોમાં હવે ત્રીજી લહેરની આંશકાઓને લઇને વેક્સિન જલ્દી લઇ લેવાની જાગૃતતા પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો – ભયાનક દ્રશ્ય / તોતા વેલી પાસે પહાડ અચાનક તૂટી પડ્યો, લોકોએ કહ્યુ- પ્રકૃત્તિને નુકસાન પહોંચાડવાની છે કિંમત

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 28,204 નવા કેસ આવતાની સાથે સંક્રમિતોની સંખ્યા 03 કરોડ 19 લાખ 98 હજાર 158 થઈ ગઈ છે. આ દરમ્યાન, 41 હજાર 511 દર્દીઓ સાજા થયા બાદ, આ રોગચાળાને હરાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 03 કરોડ 11 લાખ 80 હજાર 968 થઈ ગઈ છે. એક્ટિવ કેસ 3,680 થી ઘટીને 03 લાખ 88 હજાર 508 થયા છે. આ જ સમયગાળામાં 373 દર્દીઓનાં મોતને કારણે મૃત્યુઆંક વધીને 04 લાખ 28 હજાર 682 થયો છે. દેશમાં સક્રિય કેસનો દર ઘટીને 1.21 ટકા થયો છે, રિકવરી રેટ વધીને 97.45 ટકા થયો છે અને મૃત્યુ દર 1.34 ટકા છે. ગયા મહિને, 27 અને 28 જુલાઈનાં રોજ, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ચાર લાખથી નીચે પહોંચી ગઈ હતી.