અરવલ્લીના ખેડૂતને વગર વરસાદે રડવાનો વારો આવ્યો છે. વરસાદ નહિ હોવા છતાંય ખેતરમાં વાવેલા બતાતાનું વાવેતર જમીન માં જ સડી ગયું છે. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા વણીયાદ કોકાપુર ગામે ૨૦૦ વિઘામાં કરાયેલુ બટાકાનું વાવેતર ૨૦ દિવસ બાદ પણ નહિ ઉગતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. વાવેતર જમીનમાં જ કોહવાઈ જતા નકલી બિયારણ હોવાની આશંકા ખેડૂતો એ વ્યક્ત કરી છે.
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા વણીયાદ કોકાપુર ગામના ખેડૂતોએ ચાલુ રવિ સીજનમાં એલાર બટાકાનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ આઈટીસી કંપનીના એલઆર બટાકા પાછળ એક વિગે ૨૪૦૦૦ હજાર બિયારણ , ૫૦૦૦ ખાતર , ૨૦૦૦ ની દવાઓ , તેમજ ૨૦૦૦ મજુરી સહીત કુલ ૩૩૦૦૦ હજાર ખર્ચ કર્યો હતો. અને ખેડૂતોએ આ બટાકાનું ૨૦ દિવસ આગાઉ વાવેતર કર્યું હતું.
તેમ છતાં આજે ૨૦ દિવસ બાદ પણ વાવેતર કરેલા બટાકા નહિ ઉગતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. અને જમીનમાં ખોદી જોતા બટાકાનું બિયારણ જમીનમાં જ કોહવાઈ ગયું છે. જેના કારણે આ ખેડૂતોને બિયારણ માથે પડતા લાખ્ખોનો ખર્ચ માથે પડતા રોવાનો વારો આવ્યો છે. અને નકલી બિયારણ હોવાની આશંકા વ્યક્ત કરી છે ત્યારે બિયારણના નામે ખેડૂતો છેતરાઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આ અંગે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
