Not Set/ શું એશિયાટીક સિંહોની પણ થાય છે તસ્કરી? સા.આફ્રિકાનાં એરપોર્ટ પરથી મળ્યા 342 કિલો સિંહોની અસ્થીઓ

Asiatic Lion નાં હાડકાની South Africa માં થતી તસ્કરીનો ભાંડો ફૂટ્યો. જંગલનાં રાજા કહેવાતા સિંહ જેને આજનાં દિવસોમાં મારવા પર ઘણી જગ્યાએ પાબંદી લગાવવામાં આવી હોય તેવા સમયે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે સૌ કોઇને ચોંકાવી દેશે. પર્યાવરણ મંત્રાલયે કહ્યું છે કે, દક્ષિણ આફ્રિકાનાં અધિકારીઓએ જ્હોનિસબર્ગ એરપોર્ટથી એશિયાનાં 342 કિલો સિંહોનાં […]

Top Stories World
lions શું એશિયાટીક સિંહોની પણ થાય છે તસ્કરી? સા.આફ્રિકાનાં એરપોર્ટ પરથી મળ્યા 342 કિલો સિંહોની અસ્થીઓ

Asiatic Lion નાં હાડકાની South Africa માં થતી તસ્કરીનો ભાંડો ફૂટ્યો. જંગલનાં રાજા કહેવાતા સિંહ જેને આજનાં દિવસોમાં મારવા પર ઘણી જગ્યાએ પાબંદી લગાવવામાં આવી હોય તેવા સમયે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે સૌ કોઇને ચોંકાવી દેશે. પર્યાવરણ મંત્રાલયે કહ્યું છે કે, દક્ષિણ આફ્રિકાનાં અધિકારીઓએ જ્હોનિસબર્ગ એરપોર્ટથી એશિયાનાં 342 કિલો સિંહોનાં હાડકા કબજે કર્યા છે. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ ઝવેરાત અને મેડિકલમાં થવાનો હતો. ગુરુવારે, એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તેને મલેશિયા લઈ જવા માટે બોક્સમાં રાખવામાં આવ્યા હતા.

જ્યારે શિપમેન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે એલ્યુમિનિયમ વરખમાં લપેટાયેલા સિંહોનાં હાડકાંનાં 12 બોક્સ મળી આવ્યા હતા. જેનુ વજન 342 કિલો હોવાનુ સામે આવી રહ્યુ છે. મંત્રાલયનાં પ્રવક્તા અલ્બી મોડિસે કહ્યું કે સિંહોનાં હાડકાંની નિકાસ કાયદેસર છે, જેને બહાર મોકલવા માટે વિશેષ પરવાનગીની જરૂરિયાત હતી. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા તમામ લોકો ઝિમ્બાબ્વેનાં હતા.

Lion bones શું એશિયાટીક સિંહોની પણ થાય છે તસ્કરી? સા.આફ્રિકાનાં એરપોર્ટ પરથી મળ્યા 342 કિલો સિંહોની અસ્થીઓ

એક શંકાસ્પદ કસ્ટડીમાં છે. દક્ષિણ આફ્રિકામાં 11,000 થી વધુ સિંહો છે, જેમાં 3,000 રાષ્ટ્રીય ઉદ્યાનોમાં રહે છે જ્યાં શિકાર પર પ્રતિબંધ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, સિંગાપોર એરલાઇન્સ-દક્ષિણ આફ્રિકાથી એશિયા સુધી સિંહનાં હાડકા લઇ જવાનુ એકમાત્ર વાહક હતુ.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.