Political/ કોંગ્રેસના વફાદાર અને દિગ્ગજ નેતાઓ જ સત્તા માટે હાઇકમાને ડરાવી રહ્યા છે?દબાણનીતિ અપનાવી પાર્ટીને મૃતપાય તરફ ધકેલી રહ્યા છે!

ગાંધી પરિવારનાં વફાદાર અને પ્રમુખ પદ માટે પહેલી પસંદ એવા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, એક જ દિવસમાં બળવાખોર બની ગયા, જેમણે હાઇકમાન્ડનો વિરોધ કર્યો

Top Stories India
17 6 કોંગ્રેસના વફાદાર અને દિગ્ગજ નેતાઓ જ સત્તા માટે હાઇકમાને ડરાવી રહ્યા છે?દબાણનીતિ અપનાવી પાર્ટીને મૃતપાય તરફ ધકેલી રહ્યા છે!

ગાંધી પરિવારનાં વફાદાર અને પ્રમુખ પદ માટે પહેલી પસંદ એવા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, એક જ દિવસમાં બળવાખોર બની ગયા, જેમણે હાઇકમાન્ડનો વિરોધ કર્યો. સચિન પાયલટ મુખ્યમંત્રી ન બને તે માટેની તેમની જીદે કટોકટી સર્જી હતી કારણ કે કોંગ્રેસ એવી કલ્પના પણ કરી શકતી ન હતી કે નેતૃત્વ પ્રત્યે જે વફાદારીની સોંગધ ખાય છે તે તેની સત્તાને પડકારી શકે છે.કોંગ્રેસમાં જૂથવાદએ માથાના દુખાવા સમાન છે. કોંગ્રેસ હાઇકમાન્ડના આદેશને કોંગ્રેસના નેતાઓ ધોઇ પી જાય છે. તેમના આદેશ સામે સંખ્યા બળની ધમકી અને વિરોધનો સૂર અમલી બનાવી દે છે, જેના લીઘે હાઇકમાનની મુશ્કેલીઓમાં વધારો થાય છે. દિગ્ગજ નેતાઓ અને વરિષ્ઠ નેતાઓ પદ વગર પાર્ટીમાં રહેવું નથી,તેનું ઉત્તમ ઉદાહરણ ગુલામનબી આઝાદ છે,તેમને રાજ્યસભાની ટિકિટ ન ફાળવતા આ સ્થિતિ નિર્માણ પામી અને પાર્ટી છોડી દીધી,.હાઇકમાનને દિગ્ગજ નેતાઓ ડરાવી રહ્યા છે, દબાણની નીતિ અપનાવી રહ્યા છે.

કોંગ્રેસ હાઇકમાન હાલ  સંગઠન મજબૂત કરવા પણ ધ્યાન આપી રહી છે, જે અંતર્ગત રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા  શરૂ કરી છે. આ યાત્રા દેશમાં કોંગ્રેસને પુન જીવિત કરવા માટે  કરવામાં આવી રહી છે, પરતું કોંગ્રેસના વફાદાર નેતાઓ જ સત્તાની લાલચમાં હાઇકમાનના આદેશને અવગણે છે, તો બીજા નેતાઓની તો વાત જ શું કરવી?

કોંગ્રેસ માટે હાલ કફોડી સ્થિતિમાંથી પસાર થઇ રહી છે, ત્યારે કોંગ્રેસ એક જૂથ થઇને લડવાનું હોય પરતું કોંગ્રેસ પાર્ટીમાં હાલ એવું નથી, દિગ્ગજો કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે, હાઇકમાન માત્ર તમાસો અને તાયફો જોઇ શકે છે, એકશન લેવા જાય છે તો પાર્ટી વધુ તૂટે તેવો ઘાટ થાય છે, એટલે હાઇકમાન આંખ આડા કાન કરી દે છે.

કોંગ્રેસના હાઇકમાને શિસ્ત મામલે અસરકારક પગલાં ભરવા પડશે, નહિતર ભાજપનો 2024માં સીધો મુકાબલો કરી શકશે નહિં. પાર્ટીને નવેસરથી બેઠી કરવા માટે તમામ જૂના નવા નેતાઓ સાથે બેઠક કરીને સ્પષ્ટ નિર્દેશ આપવા પડશે કે જૂથવાદ કે ગેર શિસ્ત ચલાવી લેવામાં આવશે નહીં, કોઇ પણ દિગ્ગજ નેતાઓ હશે તકેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેની સામે પગલાં લેવામાં આવશે, જો આવું નહિ કરે તો પાર્ટીની હાલત વધુ કફોડી બની જશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તો અનેક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે, અને અહીંયા પણ  સિનિયર નેતાઓની લોબિંગ સિસ્ટમ ચાલે છે, સામાન્ય ભાષામાં કહીએ તો જૂથવાદ છે. પંજાબ,રાજસ્થાન, છત્તીસગઢ, સહિતના રાજ્યમાં  જૂથવાદ પરાકાષ્ટાએ છે.પંજાબમાં અમિરન્દ્રર સિંહ અને નવજોત સિદ્વુના વિવાદ અને ચન્ની સાથેના મતભેદોના લીધે પંજાબમાં ચૂંટણી હારી ગયા,કોંગ્રેસ હાઇકમાન મજબૂરીના લીધે આ ચલાવી લે છે. હાઇકમાન મજબૂરને છોડીને શિસ્ત માટે અસરકારક પગલાં લેશે,તો કોંગ્રેસ કેમ બેક થશે અને એ પણ નવા સંગઠન સાથે. હાલ તો એવી કોઇ શક્યતા લાગી રહી નથી. કોંગ્રેસના નેતાઓ દબાણની નીતિથી હાઇકમાનને ડરાવે છે. જેના લીધે કોંગ્રેસ દિવસે ને દિવસે મૃતપાય થઇ રહી છે.