Announcing retirement/ આર્જેન્ટિનાના કેપ્ટન અને વિશ્વના મહાન ફૂટબોલર લિયોનેલ મેસી કતારમાં છેલ્લો વર્લ્ડ કપ રમશે,નિવૃત્તિની કરી જાહેરાત

આર્જેન્ટિનાના કેપ્ટન અને વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક લિયોનેલ મેસીએ કહ્યું છે કે કતારમાં આ વર્ષનો ફિફા વર્લ્ડ કપ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે.

Top Stories Sports
1 37 આર્જેન્ટિનાના કેપ્ટન અને વિશ્વના મહાન ફૂટબોલર લિયોનેલ મેસી કતારમાં છેલ્લો વર્લ્ડ કપ રમશે,નિવૃત્તિની કરી જાહેરાત

આર્જેન્ટિનાના કેપ્ટન અને વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક લિયોનેલ મેસીએ કહ્યું છે કે કતારમાં આ વર્ષનો ફિફા વર્લ્ડ કપ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. મેસ્સીએ આર્જેન્ટિનાના પત્રકાર સેબેસ્ટિયન વિગ્નોલો સાથેની મુલાકાત દરમિયાન આની જાહેરાત કરી હતી. તેણે કહ્યું- ચોક્કસપણે આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે. મેં પહેલેથી જ નિર્ણય લઈ લીધો છે.મેસ્સી હાલમાં 35 વર્ષનો છે અને તેણે આર્જેન્ટિના માટે ચાર વર્લ્ડ કપ રમ્યા છે. 2022માં યોજાનાર વર્લ્ડ કપ તેનો પાંચમો ફિફા વર્લ્ડ કપ હશે. મેસ્સીએ 2005માં આર્જેન્ટિના સિનિયર ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું અને તેણે 164 મેચમાં 90 ગોલ કર્યા છે.

મેસ્સીએ ઈન્ટરવ્યુમાં કહ્યું- હું વર્લ્ડ કપ સુધીના દિવસો ગણી રહ્યો છું. સત્ય એ છે કે હું પણ થોડી ચિંતિત છું. હું વિચારી રહ્યો છું કે આગળ શું થશે? આ મારો છેલ્લો વર્લ્ડ કપ છે, કેવો હશે? એક તરફ હું તે આવવાની રાહ જોઈ શકતો નથી, પરંતુ હું ઈચ્છું છું કે બધું સારું થાય.

મેસ્સીએ કહ્યું  આર્જેન્ટિના ટીમ અત્યારે સારી સ્થિતિમાં છીએ. અમારી ટીમ ઘણી મજબૂત છે, પરંતુ વર્લ્ડ કપમાં કંઈ પણ થઈ શકે છે. તમામ મેચ અઘરી છે. તે જ વિશ્વ કપને ખાસ બનાવે છે, કારણ કે ફેવરિટ હંમેશા એવા હોતા નથી કે જેઓ જીતે અથવા તો તમારી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરે.મને ખબર નથી કે અમે ફેવરિટ છીએ કે નહીં, પરંતુ આર્જેન્ટિના હંમેશાથી વર્લ્ડ કપ જીતવાની દાવેદાર રહી છે. મને નથી લાગતું કે અમે ફેવરિટ ટીમ બનીશું. ઘણી ટીમો અમારી ઉપર છે.