Hinduja brothers/ બ્રિટનના 108 વર્ષ જૂના હિંદુજા જૂથમાં વિભાજન નિશ્ચિત

બ્રિટનના સૌથી ધનાઢ્ય જૂથ કે બિઝનેસ હાઉસ હિંદુજા જૂથમાં પણ વિભાજન થઈ રહ્યુ છે. નવેમ્બરના અંત સુધીમાં વિભાજન થઈ જાય તેમ માનવામાં આવે છે. બ્રિટનનું આ બિઝનેસ હાઉસ 108 વર્ષ જૂનું છે. હિંદુજા જૂથની કુલ સંપત્તિ 14 અબજ ડોલર છે. હિંદુજા ભાઈઓ વચ્ચે ઘણા સમયથી વિવાદ જારી છે. 

Top Stories India World
hinduja 4 બ્રિટનના 108 વર્ષ જૂના હિંદુજા જૂથમાં વિભાજન નિશ્ચિત

બ્રિટનના (Britain) સૌથી ધનાઢ્ય જૂથ હિંદુજા જૂથમાં (Hinduja brothers) પણ હવે વિભાજન થઈ રહ્યુ છે. નવેમ્બરના અંત સુધીમાં આ વિભાજન થઈ જાય તેમ માનવામાં આવે છે. બ્રિટનનું આ બિઝનેસ હાઉસ 108 વર્ષ જૂનું છે. હિંદુજા જૂથની કુલ સંપત્તિ 14 અબજ ડોલર છે. હિંદુજા બ્રધર્સ વચ્ચે કેટલાક સમયથી વિવાદ જારી છે.

હિંદુજા બ્રધર્શમાં સૌથી મોટા 86 વર્ષીય શ્રીચંદ હિંદુજા (Srichand hinduja)ના વકીલોએ બ્રિટિશ કોર્ટમાં જણાવ્યું હતું કે કુટુંબ 2014માં તેમની વચ્ચેના પારસ્પરિક કરારને સમાપ્ત કરવા સંમત થયું છે. આ અંગે 30 જુન 2022ના રોજ સમજૂતી થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પારિવારક વ્યવસાયના વિભાજનને હાલમાં ચાલતા નવેમ્બરના અંત સુધીમાં જ આખરી ઓપ આપવામાં આવશે.

જો નવેમ્બર મહિનામાં વિભાજનને અંતિમ સ્વરૂપ આપવામાં નહી આવે તો ફરી એકવાર આ મામલો કોર્ટમાં પહોંચી શકે છે. હિંદુજા જૂથ ડઝનેક કંપનીઓની માલિકી ધરાવે છે. તેમાથી છ તો લિસ્ટેડ કંપનીઓ છે. ભારતમાં બેન્કિંગ કારોબાર સાથે સંકળાયેલી ઇન્ડ્સઇન્ડ બેન્ક (Indusind bank) પણ હિંદુજા જૂથની માલિકીની છે.

આ સિવાય કોમર્સિયલ વાહનોની મોટી ઉત્પાદક અશોક લેલેન્ડ (Ashok leyland) નામની કંપની પણ હિંદુજા ગ્રુપની માલિકીની છે. હિંદુજા કુટુંબ વચ્ચે ચાલતા વિવાદનું કારણ 2014માં થયેલું પારિવારિક સમાધાન છે. આ કરારમાં જણાવાયું હતું કે કુટુંબની દરેક વસ્તુ દરેક વ્યક્તિની છે અને કંઇપણ કોઈનું નથી. આ કરાર પર કુટુંબના ચાર ભાઈઓએ સહી કરી હતી.

સમાધાનના થોડા વર્ષો પહેલા મોટાભાઈ શ્રીચંદ હિંદુજાની પુત્રીઓ શાનુ (Shanu) અને વીનુએ (Vinu) આ કરારને પડકાર્યો હતો. તેના પછી શ્રીચંદ હિંદુજા પોતાના ભાઇઓ જીપી હિંદુજા (GP Hinduja), પીપી હિંદુજા (PP Hinduja) અને એપી હિંદુજા (AP Hinduja) સામે કોર્ટમાં પહોંચ્યા હતા. આ મામલો કરારની માન્યતા સાથે સંલગ્ન હતો.

બીજી બાજુએ ત્રણ નાના  ભાઇઓની દલીલ હતી કે આ પત્ર 100 વર્ષથી વધુ જૂના હિંદુજા જૂથના ઉત્તરાધિકારની યોજના છે. આ અંગેનો કાનૂની વિવાદ નવેમ્બર 2019થી ચાલી રહ્યો છે.  બ્રિટન ઉપરાંત યુરોપના ઘણા દેશોમાં હિંદુજા બ્રધર્સ વચ્ચે પણ આ કાયદાકીય સંઘર્ષ ચાલી રહ્યો છે. તેના લીધે કુટુંબની પ્રતિષ્ઠાને પણ મોટાપાયે નુકસાન થયું છે.

હિન્દુજા ગ્રૂપના વ્યવસાયિક હિતો
દેશમાં ટ્રક (વાણિજ્યિક વાહનો) બનાવવાના વ્યવસાય ઉપરાંત, હિન્દુજા ગ્રુપ બેંકિંગ, રસાયણો, પાવર, મીડિયા અને આરોગ્ય ક્ષેત્રો સાથે સંકળાયેલું છે. ગ્રુપ કંપનીઓમાં ઓટો મેજર અશોક લેલેન્ડ અને ઇન્ડસઇન્ડ જેવી મોટી બ્રાન્ડનો સમાવેશ થાય છે. હિન્દુજા ગ્રૂપ બ્રિટનનું સૌથી મોટું બિઝનેસ ફેમિલી છે જેની નેટવર્થ $14 બિલિયન છે.

ગ્રુપનો બિઝનેસ વિશ્વના 38 દેશોમાં ફેલાયેલો છે. કંપનીના પેરોલ પર લગભગ 1.5 લાખથી વધુ કર્મચારીઓ છે. હિન્દુજા ગ્રુપની સ્થાપના વર્ષ 1914માં અવિભાજિત ભારતના સિંધ પ્રાંતમાં શ્રીચંદ પરમાનંદ દ્વારા કરવામાં આવી હતી. જૂથ એક સમયે કોમોડિટી-ટ્રેડિંગ પેઢી તરીકે વેપાર કરતું હતું. પરંતુ શ્રીચંદ અને તેમના ભાઈઓએ તેમના કાર્યક્ષમ સંચાલનથી તેમના વ્યવસાયને અન્ય ક્ષેત્રોમાં સતત વિસ્તાર્યો.

આ પણ વાંચોઃ

Kamalnath/ કમલનાથને મંદિરના આકારની કેક કાપવું ભારે પડ્યુંઃ સર્જાયો મોટો વિવાદ

Gujarat Election/ અમદાવાદની નરોડા બેઠક પરથી NCPએ ઉમેદવાર બદલીને આ નેતાને આપી