જમ્મુ-કાશ્મીર/ આર્મી મેજરે કરી આત્મહત્યા, સર્વિસ રાઈફલથી પોતાની મારી ગોળી

આર્મી મેજરે કથિત રીતે પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હીના રહેવાસી મેજર પરવિંદર સિંહ શનિવારે રાત્રે….

Top Stories India
આર્મી મેજરે

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં એક છાવણીમાં 29 વર્ષીય આર્મી મેજરે કથિત રીતે પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હીના રહેવાસી મેજર પરવિંદર સિંહ શનિવારે રાત્રે બનિહાલના ખારી વિસ્તારમાં મહુબલ ખાતે કેમ્પની અંદર તેમના રહેણાંક ક્વાર્ટરમાં હતા ત્યારે તેમણે કથિત રીતે એક એકે રાઈફલથી પોતાને ગોળી મારી દીધી હતી.

આ પણ વાંચો :પાકિસ્તાનને પરોક્ષ રીતે હરાવ્યું છે હવે પરોક્ષ રીતે પણ હરાવીશું

તેમણે કહ્યું કે અધિકારી તાજેતરમાં કંપની કમાન્ડર તરીકે કેમ્પમાં જોડાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે અધિકારીએ આ પગલું ભરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે તપાસ શરૂ કરી છે. જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. કાશ્મીર પોલીસે આ અંગે માહિતી આપી હતી. હકીકતમાં, અવંતીપોરાના બારાગામ વિસ્તારમાં આતંકવાદીઓના છુપાયાના સમાચાર મળ્યા હતા, જેના પછી પોલીસ અને સેના ત્યાં પહોંચી હતી, આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો.

આ પણ વાંચો :PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ ટ્વિટરે આપી આ પ્રતિક્રિયા

આ પહેલા તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના ગુલશન ચોકમાં આતંકવાદીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે જવાન શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આતંકી હુમલામાં મોહમ્મદ સુલતાન અને ફયાઝ અહેમદ ઘાયલ થયા છે. આ પછી બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અહીં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે આતંકવાદીઓને શોધવા માટે વિસ્તારનેઘેરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :ભારતમાં સતત ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, આજે નોંધાયા માત્ર આટલા જ કેસ

આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં આતંકી અથડામણ, એક આતંકી ઠાર

આ પણ વાંચો :PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ થોડી ક્ષણો માટે થયુ Hack, જાણો શું થયુ Tweet