Ahmedabad News : અમદાવાદ ના લાંભામાં પાંચ હજાર સાયકલ ભંગાર હાલત માં જોવા મળી રહી છે..સાયકલ બે વર્ષથી ધૂળ ખાઈ રહી છે,પરંતુ વિદ્યાર્થીઓને પહોંચી નથી..એક તરફ કરોડો નો ખર્ચ સરકાર કરે અને અધિકારીઓ ભંગાર માં પૈસાનો વ્યય કરે છે..મંતવ્ય ન્યુઝ ના સવાલો ના જવાબો થી તંત્ર દૂર ભાગી રહ્યું છે…
અમદાવાદ ના લાંભામાં પાંચ હજાર સરકારી સાયકલ ભંગાર થઇ ચુકી છે.. આ સાયકલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આપવાની હતી.. વિદ્યાર્થીઓને સાઇકલ ના મળી પરંતુ કોન્ટ્રાકટરો બિલના નાણાં જરૂર મળી ગયા હશે..આ ભંગારમાં પડેલી સાયકલ વર્ષ 2023 માં વિદ્યાર્થીઓ ને આપવાની હતી..વર્ષ 2024 પૂર્ણ થવા છતાં આ સાયકલ કોને આપવાની હતી હજુ નક્કી જ થઇ ના શક્યું…સાયકલ ને બે વર્ષ પુરા થયા બાદ હવે તેને સાફ સફાઈ કરીને તેને સાચવવાનો પ્રયાસ આવી રહ્યો છે.
બે બે વર્ષ વર્ષ વીત્યા બાદ પાર્કિંગ માં પડેલી સાયકલ સાથે ઘાસ પણ ઉગી ગયું છે..લાંભામાં સરકારી સાયકલો નો આટલો સ્ટોક ગ્રામજનો ને પણ ચિંતામાં મૂકી રહ્યા છે..લાંભા સ્કૂલ માં પડેલી આ સાયકલ વિદ્યાર્થીઓને મળે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે..કોંગ્રેસે આને એક પ્રકારે ભ્રષ્ટાચાર જ ગણી રહ્યા છે..કોંગ્રેસ આ મામલે આગામી દિવસોમાં લડી લેવાના મૂડમાં છે..
આ મામલે સરકારી અધિકારીઓ ને મંતવ્ય ન્યુઝ દ્વારા સંપર્ક કરવાંનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અધિકારીઓ આ મામલે કશું જ બોલવા માટે તૈયાર નથી..એક બીજાને ખો આપી આપી રહ્યા છે..સાયકલ ની જવાબદારી સ્વીકારવાની તસ્દી લેવામાં આવતા નથી.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં હવે ખાતરનો કાળો કારોબાર
આ પણ વાંચો: દાહોદમાં યુરિયા ખાતરની કાળાબજારી, વેપારીઓની ખુલેઆમ લૂંટ
આ પણ વાંચો: કૃષિ મંત્રી રાઘવજી પટેલ ‘રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ,ખાતરની નથી કયાંય અછત’
..
