Not Set/ TV કલાકાર ગૌરવ દિક્ષિતના ફ્લેટમાંથી મોટી માત્રામાં મળ્યો ડ્રગ્સ, NCB ની કાર્યવાહી

ફિલ્મ અને ટીવી ઉદ્યોગ પર ડ્રગનું સંકટ સતત વધી રહ્યું છે. આ એપિસોડમાં ટીવી એક્ટર ગૌરવ દિક્ષિતના ફ્લેટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે.

Entertainment
A 52 TV કલાકાર ગૌરવ દિક્ષિતના ફ્લેટમાંથી મોટી માત્રામાં મળ્યો ડ્રગ્સ, NCB ની કાર્યવાહી

ફિલ્મ અને ટીવી ઉદ્યોગ પર ડ્રગનું સંકટ સતત વધી રહ્યું છે. આ એપિસોડમાં ટીવી એક્ટર ગૌરવ દિક્ષિતના ફ્લેટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે. જો કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના દરોડાની જાણ થતાં જ ગૌરવ ગઈરાત્રે તેની Dutch ગર્લફ્રેન્ડ સાથે ઘરેથી ભાગી ગયો હતો. એજન્સી હવે બંનેની શોધ કરી રહી છે.

આપને જણાવી દઈએ કે, અભિનેતા એજાઝ ખાન કેસમાં પૂછપરછ બાદ ગૌરવ દિક્ષિતનું નામ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, એમડી, એમડીએમએ અને ચરસ ગૌરવના ઘરેથી મળી આવ્યા છે. આ સાથે ડ્રગ્સ પેકેજીંગનો સામાન પણ મળી આવ્યો છે. રાત્રે અંધેરીના લોખંડવાલા ફ્લેટમાં એનસીબી તલાશી લેતાં ગૌરવ ઘરે ન હતો. બિલ્ડિંગમાંથી નીચે આવતાં તેને જાણ થઇ કે તરત તે ત્યાંથી ભાગી ગયો.

આ પણ વાંચો :રાધિકા આપ્ટેએ કર્યો ખુલાસો, જ્યારે પહેલા પીરિયડ દરમિયાન બ્લડ જોઇને થઇ ગઇ હતી આવી હાલત..

એનસીબીના અધિકારીઓએ દાવો કર્યો હતો કે એજાઝનો મુંબઇ સ્થિત ડ્રગ સપ્લાયર શાદાબ બટાટા સાથે સંબંધ છે. ગયા અઠવાડિયે જ તેને એનસીબી દ્વારા 2 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

NCB Recovers Multiple Drugs

રાજસ્થાનથી એજાઝ મુંબઇ એરપોર્ટ પરત આવતાની સાથે જ એનસીબીએ તેને કસ્ટડીમાં લીધો હતો. આ પછી, અભિનેતા એજાઝ ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આ દરમિયાન એનસીબીએ કોર્ટને જણાવ્યું હતું કે ડ્રગ્સ સપ્લાયર શાદાબ બટાટાના નિવેદનમાં એજાઝ ખાનનું નામ સામે આવ્યું છે.

આ પણ વાંચો :રામ કપૂરે કોરોના રસી લેતા પહેલા કરી બાળકો જેવી હરકત, ઈન્જેક્શન લાગવાતાની સાથે જ કર્યું આવું…

એનસીબીએ કહ્યું હતું કે વોટ્સએપ ચેટ્સ અને વોઇસ નોટ મળી છે, જે સૂચવે છે કે એજાઝ ખાન પણ ડ્રગના વ્યવસાયમાં સામેલ છે. બંનેની રૂબરૂ બેસીને પૂછપરછ કરવી પડશે. એનસીબીએ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે એજાઝ પ્રભાવશાળી વ્યક્તિ છે અને તે તેના પ્રભાવનો ઉપયોગ ખોટા કામો માટે કરી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે અલ્પ્રાઝોલમ ટેબ્લેટ એજાઝ ખાનના ઘરેથી મળી આવી હતી. જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે શું તે તેના ઘરેથી ટેબ્લેટ મેળવ્યું છે, તો તેણે કહ્યું, ‘તે ઉંધની 4 ગોળીઓ છે. મારી પત્નીનું મિસ્કેરેઝ થયું છે, તેથી હતાશામાં તે ગોળી લે છે.

આ પણ વાંચો :Me Too પર વર્ષો બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલની બબીતાએ તોડી ચુપ્પી

આ પહેલા 26 માર્ચની રાત્રે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઇમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, જેમાં લગભગ બે કરોડ રૂપિયાની ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એનસીબીએ મુંબઇના સૌથી મોટા ડ્રગ તસ્કરોમાંના એક ફારૂક બટાટાના પુત્ર શાદબ બટાટાની ધરપકડ કરી હતી.