Not Set/ રાજ્યમાંથી બોગસ ડોકટરોની ધરપકડ નો સિલસિલો યથાવત, હળવદ માંથી વધુ એકની ધરપકડ

કોરોના કાળ વાચે રાજ્યમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. બોગસ ડીગ્રીઓ મેળવીને દવાખાનુ ખોલીને રોકડીઓ કરતા મુન્ના ભાઈ ( નકલી ડોકટરો ) ની ધરપકડ પોલીસ દ્વારા કરાઈ રહી છે. રાજ્યમાં અનેક જિલ્લામાંથી અહેવાલો પ્રાપ્ત થયા હતા કે નકલી ડોકટરની પોલીસે ધરપકડ કરી હતી જેનો સિલસિલો હજી પણ યથાવત છે. હળવદ માંથી આજે નકલી ડોકટરની […]

Gujarat
duplicate doctor રાજ્યમાંથી બોગસ ડોકટરોની ધરપકડ નો સિલસિલો યથાવત, હળવદ માંથી વધુ એકની ધરપકડ

કોરોના કાળ વાચે રાજ્યમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. બોગસ ડીગ્રીઓ મેળવીને દવાખાનુ ખોલીને રોકડીઓ કરતા મુન્ના ભાઈ ( નકલી ડોકટરો ) ની ધરપકડ પોલીસ દ્વારા કરાઈ રહી છે. રાજ્યમાં અનેક જિલ્લામાંથી અહેવાલો પ્રાપ્ત થયા હતા કે નકલી ડોકટરની પોલીસે ધરપકડ કરી હતી જેનો સિલસિલો હજી પણ યથાવત છે. હળવદ માંથી આજે નકલી ડોકટરની ધરપકડ કરાઈ હતી.

હળવદ પંથકમાં છેલ્લા પંદર દિવસમાં પોલીસ દ્વારા જુદા-જુદા બે ગ્રામ્ય વિસ્તારમાંથી બોગસ ડોકટરોને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. ત્યારે આજે હળવદ પી.આઈ પી.એ. દેકાવાડિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ કોડના પોલીસ જવાન દેવેન્દ્રસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા, યોગેશદાન ગઢવી, મૂમાભાઈ કલોત્રા સહિતનાઓએ હળવદ તાલુકાના ભલગામડા ગામે ગામની ચોકડી પર કમલા ક્લિનિક નામથી દવાખાનું ચલાવતા પશ્ચિમ બંગાળના ઝોલાછાપ ડોક્ટરને ઝડપી લીધો હતો.

પોલીસ દ્વારા બોગસ ડોક્ટર દેવ રતન શરત રોઈ (રહે. હળવદ, રુદ્ર પાર્ક, મૂળ રહે. કલકત્તા, પશ્ચિમ બંગાળ) પાસેથી દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે. હાલ પોલીસ દ્વારા આ કહેવાતા ડોક્ટરને પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.