Ahmedabad/ પત્નીને આત્મહત્યા કરવા દુષપ્રેરણ કરનાર તબીબની ધરપકડ, નશીલા ઇન્જેક્શન આપી આચરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઘટલોડિયામાં ઓર્થોપેડિક સર્જનની પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરવાના કેસમાં પોલીસે ડોકટર અને તેના માતા પિતાની ધરપકડ કરી.લગ્નના છ મહિનામા પરણિતાએ આપઘાત કરતા પોલીસે ડોકટર અને સાસરિયા વિરુદ્ધ દુસ્પ્રેરણનો ગુનો નોંધ્યો હતો.

Ahmedabad Gujarat
a 293 પત્નીને આત્મહત્યા કરવા દુષપ્રેરણ કરનાર તબીબની ધરપકડ, નશીલા ઇન્જેક્શન આપી આચરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

ઘટલોડિયામાં ઓર્થોપેડિક સર્જનની પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરવાના કેસમાં પોલીસે ડોકટર અને તેના માતા પિતાની ધરપકડ કરી છે.લગ્નના છ મહિનામા પરણિતાએ આપઘાત કરતા પોલીસે ડોકટર અને સાસરિયા વિરુદ્ધ દુસ્પ્રેરણનો ગુનો નોંધ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ડોકટર હિતેન્દ્ર પટેલ અને તેના માતા પિતા જેના ત્રાસથી પત્નીએ આપઘાત કર્યો હતો. ઘટના બાદ ડોકટર અને તેનો પરિવાર ફરાર હતો.ગઈ કાલે નાટકય રીતે પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસે ધરપકડ કરી હતી. આપઘાત કરતા પહેલા પત્નિએ સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં લગ્નની લાલચ આપીને ઘરમાં રાખીને શારીરિક સંબંધ બાંધી, હિતેન્દ્રે તેની ઇચ્છા પૂરી કરવા મારી સાથે લગ્નનું નાટક કર્યું, ઈચ્છા પૂરી થતાં મને કાઢી મૂકી, મારા મરવાનું કારણ હિતેન્દ્ર હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં ડોકટર નશાના ઇંજેક્શન આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો પણ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.

a 294 પત્નીને આત્મહત્યા કરવા દુષપ્રેરણ કરનાર તબીબની ધરપકડ, નશીલા ઇન્જેક્શન આપી આચરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

આ પણ વાંચો : વધુ એક સ્વામીનારાયણ મંદિરના સ્વામિ આવ્યા વિવાદમાં, 26 વર્ષીય પરણિતાને લઈને ફરાર

9 ફેબ્રુઆરીના રોજ ઘાટલોડિયાની દેવકુટીર સોસાયટીમાં રહેતા ઓર્થોપેડિક સર્જન હિતેન્દ્ર પટેલની પત્ની હર્ષાએ ઘરના આગણામાં જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં લખેલી સ્યુસાઈડ નોટમા  મોતનો જવાબદાર હિતેન્દ્ર લખ્યું હતું. કારણ કે છ મહિનાના લગ્ન જીવનમા પતિ હિતેન્દ્રએ 3 મહિના બાદ હર્ષાને તેના પીયર મોકલી દીધી હતી. જેથી પતિએ શારીરિક સંબંધ બાંધવા તેની સાથે લગ્નનું નાટક કર્યું હોવાનું સુઈસાઈડ નોટ માં હર્ષાએ લખ્યું હતુ.

ઓઢવમાં રહેતા નાનજીભાઈ પટેલ ની  દીકરી હર્ષા નાં લગ્ન મેરેજ બ્યુરોમાં નોંધણીના આધારે ઘાટલોડિયામાં રહેતા અને દેવમ ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા હિતેન્દ્ર ઉર્ફે હિતેશ પટેલ સાથે ઓગસ્ટમાં થયાં હતાં. લગ્ન બાદ સાસુ સુભદ્રાબેન અને સસરા મનુભાઈ હર્ષાને પરેશાન કરીને 50 લાખ રોકડ અને 50 તોલા સોનાની માંગણી કરતા હતા.. હાલમાં પોલીસે હિતેન્દ્ર અને તેના માતા પિતાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : અસારવા વોર્ડમાં મતદાનનાં અંતિમ તબક્કાનો માહોલ બન્યો ગરમ….

વિકૃત ડોકટર અને તેનો પરિવાર પોલીસ સકંજામાં આવ્યા.પત્નીને ઘરમાંથી કાઢ્યા બાદ ડોકટર અને તેનો પરિવાર ઘર બંધ કરીને ફરાર હતો. આરોપીઓ અત્યાર સુધી ક્યાં ફરાર હતા.તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી.આ ઉપરાંત મૃતક ની નણંદ હજુ ફરાર હોવાથી તેની પણ શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો :  પંચમહાલ જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ-અપક્ષે શરૂ કર્યો ડોર ટૂ ડોર પ્રચારનો પ્રારંભ