તૈયારી માથે પડી/ મુકેશ અંબાણીને ધમકી આપનાર મુખ્ય આરોપીની ગુજરાતમાંથી ધરપકડ!

રાજવીર ખાંટે શરૂઆતમાં 20 કરોડ રૂપિયાની માગણી કરી હતી

India
અંબાણી મુકેશ અંબાણીને ધમકી આપનાર મુખ્ય આરોપીની ગુજરાતમાંથી ધરપકડ!

મુંબઈ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મુકેશ અંબાણીને ધમકીભર્યા ઇમેલ કરવાના કેસમાં શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે, જેની ઓળખ રાજવીર ખાંટ તરીકે કરવામાં આવી છે. જેને 27 ઓક્ટોબર અને 1 નવેમ્બર વચ્ચે ગુજરાતમાંથી ઈમેલ આઈડી “ShadabKhan@fencemail.com” નો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN) દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતા.

મળી રહેલી જાણકારી અનુસાર, ખાંટે શરૂઆતમાં રૂ. 20 કરોડની માગણી કરી હતી, પરંતુ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તરફથી ધમકીભર્યા ઈમેલનો જવાબ આપવામાં ન આવતા તેણે રકમ વધારીને રૂ. 400 કરોડ કરી હતી.

સાયબર અધિકારીઓ અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ યુનિટ (CIU) સાથે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાંટની તેના ઘરેથી ધરપકડ કરી લીધી છે. જોકે, ખાંટ ગુજરાતના ક્યા વિસ્તારનો રહેવાસી છે,તે અંગેની માહિતી સામે આવી નથી. ખાંટ એક મધ્યમ-વર્ગીય પરિવારમાંથી આવે છે, તેને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર, ગામદેવી પોલીસ દ્વારા અટકાયત કરાયેલો કિશોર પ્રાથમિક આરોપી નથી. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે શું આ ગુનામાં ખાંટ સાથે અન્ય લોકો સામેલ છે કે નહીં”

તે ઉપરાંત મુંબઈની ગામદેવી પોલીસે તેલંગાણાના એક 19 વર્ષીય યુવકની પણ ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ગણેશ રમેશ વનપારધી તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ગત અઠવાડિયે અંબાણીને અનેક ઈમેલ મળ્યા હતા. આ ઈમેલમાં પૈસાની માંગ કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખાંટનું ડેસ્કટોપ અને બે મોબાઈલ ડિવાઈસ જપ્ત કર્યા છે જેનો ઉપયોગ ઇમેલ મોકલવા માટે કર્યો હતો. આરોપી એવું માની રહ્યો હતો કે, પોલીસ તેને પકડી શકશે નહીં અને તે તપાસ એજન્સીઓને પડકાર આપી શકે છે. તેણે ગુપ્તતા અને ગોપનીયતા અંગેની માહિતી માટે ડાર્ક વેબ પર વ્યાપકપણે સંશોધન કર્યું હતું.

મળી રહેલી માહિતી અનુસાર, ખાંટે ઈમેલ આઈડી બનાવતા પહેલા લગભગ એક સપ્તાહ સુધી લગભગ 650 વેબસાઈટની મુલાકાત લીધી હતી. શાદાબ ખાન’ નામનો ઉપયોગ ઉદ્યોગપતિને ખંડણીના ચાર ઈમેલ મોકલવા માટે કરવામાં આવ્યો હતો.

ધમકીભર્યા ઇમેલ કરવા માટે ખાંટે પ્રોટોન મેઈલ અને ફેન્સ મેઈલનો ઉપયોગ કર્યો હોવા છતાં તેણે અજાણતા પાછળ છોડી ગયેલા ડિજિટલ ફૂટપ્રિન્ટ્સને કારણે પોલીસને તેના સ્થાનની વિગતો ટ્રૅક કરવામાં સફળ રહી ગઈ હતી. તેણે ઈમેલ મોકલવા માટે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN) નો ઉપયોગ કર્યો હતો, જે શરૂઆતમાં બેલ્જિયમનો લોકેશન દર્શાવતો હતો.

મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, એવું લાગે છે કે કેટલાક કિશોરો દ્વારા શરારત કરવામાં આવી છે. હાલમાં અમારી તપાસ ચાલી રહી છે અને અમે મામલાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીશું. મુકેશ અંબાણીને કુલ પાંચ ઈમેલ મળ્યા હતા જેમાં તેમની પાસેથી કુલ 400 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી. પરંતુ આરોપી કંઈ કરે તે પહેલા જ તેમાંથી બેની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો- રાજ્ય સરકારનો પ્રશંસનિય નિર્ણય; હવે પાંચ દિવસ સુધી રહેશે સળંગ રજા

આ પણ વાંચો- માણાવદરમાં ત્રણ પ્રસુતાના મોતનો મામલો, હોસ્પિટલ ખિલાફ ભરાશે પગલા