Latest Bhavnagar News/ ભાવનગરમાં મેઘરાજાનું આગમન, પ્રારંભમાં જ કડાકાભડાકા સાથે વરસાદ

ચોમાસાના આગમન સાથે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  તેના પગલે ભાવનગર જિલ્લામાં વરસાદે રાજાની જેમ એન્ટ્રી કરી છે.  ભાવનગરના પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે.  શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમકેદાર બેટિંગ જોવા મળી છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 59 3 ભાવનગરમાં મેઘરાજાનું આગમન, પ્રારંભમાં જ કડાકાભડાકા સાથે વરસાદ

Bhavnagar News: ચોમાસાના આગમન સાથે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  તેના પગલે ભાવનગર જિલ્લામાં વરસાદે રાજાની જેમ એન્ટ્રી કરી છે.  ભાવનગરના પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે.  શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમકેદાર બેટિંગ જોવા મળી છે.

પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ  જામ્યો છે. પાલીતાણાના સોનપરી, ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનિડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે.  વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે.  આટકોટ,ગરણી,ગુંદાળા,  જંગવડ, સાણથલી, વીરનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

આટકોટ અને સાણથલી ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર અને ખેતરોમાં પાણી વહેતા થયાં હતા.  સાણથલી ગામે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.  આજે સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.

સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  વાવણી લાયક વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં હજી પડધરી અને જસદણ પંથકના અમુક ગામડાઓમાં જ વાવણી લાયક વરસાદ વરસ્યો છે.

રાજકોટ ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. ગોંડલના સીમ વિસ્તારમાં  મોટા ઉમવાળા, નાના ઉમવાળા, અનિડા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  ભારે પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે.  અમુક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ

આ પણ વાંચો: ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

આ પણ વાંચો: રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી