Not Set/ આર્ટિકલ 35A: જેના કારણે થઇ રહ્યો છે આટલો વિવાદ, જાણો સંપૂર્ણ બાબતો

  જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 35A ને રદ્દ કરવા સબંધી અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ શકી નહોતી. કોર્ટે આ સુનાવણી હવે 27 ઓગસ્ટના રોજ કરવાની વાત કરી છે. સંવિધાનના આ અનુચ્છેદને લઈને વિશ્લેષકોના અલગ અલગ અભિપ્રાય છે, જે ઘણા વિવાદાસ્પદ છે. તો ચાલો જાણીએ શા માટે આર્ટિકલ 35A આટલો વિવાદાસ્પદ […]

Top Stories India Trending
Article 35A આર્ટિકલ 35A: જેના કારણે થઇ રહ્યો છે આટલો વિવાદ, જાણો સંપૂર્ણ બાબતો

 

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 35A ને રદ્દ કરવા સબંધી અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ શકી નહોતી. કોર્ટે આ સુનાવણી હવે 27 ઓગસ્ટના રોજ કરવાની વાત કરી છે. સંવિધાનના આ અનુચ્છેદને લઈને વિશ્લેષકોના અલગ અલગ અભિપ્રાય છે, જે ઘણા વિવાદાસ્પદ છે. તો ચાલો જાણીએ શા માટે આર્ટિકલ 35A આટલો વિવાદાસ્પદ છે.

શું છે આર્ટિકલ 35A :-

આર્ટિકલ 35A ને 1954 માં રાષ્ટ્રપતિના આદેશથી સંવિધાનમાં જોડવામાં આવ્યો હતો. આર્ટિકલ 35A ને લાગુ કરવા માટે તત્કાલીન સરકારે સેક્શન 370 અંતર્ગત મળેલા અધિકારોનો હતો. આ કાયદો જમ્મુ કાશ્મીરની બહારનાં વ્યક્તિને રાજ્યમાં સંપત્તિ ખરીદવાથી રોકે છે. સાથે જ, બહારનાં શખ્સ રાજ્ય સરકારની યોજનાઓનાં ફાયદા પણ નથી ઉઠાવી શકતો અને જમ્મુ કાશ્મીરમાં સરકારી નોકરી પણ નથી મેળવી શકતો.

આ કારણથી થઇ રહ્યો છે વિરોધ:-

આર્ટિકલ 35A ના વિરોધમાં બે દલીલો પ્રમુખ રૂપથી દેવાંમાં આવી રહી છે. પહેલી એ કે આ રાજ્યમાં અન્ય રાજ્યના કોઈ ભારતીય નાગરિકને સ્થાયી નાગરિક માનવાની મનાઈ કરે છે. જેના કારણે બીજા રાજ્યના નાગરિકો ના તો જમ્મુ કાશ્મીરમાં નોકરી એડવી શાયેક છે અને ના તો જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકે છે. આ સાથે જ જો પ્રદેશની કોઈ છોકરીએ અન્ય રાજ્યના છોકરા સાથે લગ્ન કરી લીધા છે તો તે છોકરીને રાજ્યમાં સંપત્તિના અધિકારથી 35A અંતર્ગત વંચિત કરવામાં આવે છે. જેને બંધારણમાં અલગથી જોડવામાં આવ્યું છે અને આને લઈને પણ ઘણો વિરોધ થઇ રહ્યો છે.

 

ઘણા રાજનીતિક દળો અને અલગાવવાદી સમર્થક:-

ઉમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરેન્સ અને મહેબૂબા મુફ્તીની પીડીપી, સીપીએમ અને રાજ્ય કોંગ્રેસે પણ આ આર્ટિકલના પ્રદર્શનનાં સમર્થનમાં ઘણા પ્રદર્શન કર્યા છે. બીજેપી આ મુદ્દાને હટાવવા માટે ખુલી ચર્ચાની માંગ કરી રહી છે. પાર્ટી નેતાઓનું માનવું છે કે આ આર્ટિકલ રાજ્યના હિત માટે નથી.

કોને માનવામાં આવ્યા સ્થાઈ નાગરિક:-

1996 માં જમ્મુ કાશ્મીરનું બંધારણ બનવવામાં આવ્યું હતું જેમાં સ્થાયી નાગરિકતાની પરિભાષા કરવામાં આવી હતી. જે બંધારણ અનુસાર સ્થાયી નાગરિક એ જ વ્યક્તિ છે જે 14 મે 1954 થી રાજ્યનો નાગરિક રહ્યો છે અને કાયદાકીય રીતે સંપત્તિ ગ્રહણ કરી છે. આ સિવાય કોઈ વ્યક્તિ દસ વર્ષોથી રાજ્યના રહેવાસી છે અથવા 1 માર્ચ 1947 પછી રાજ્યથી માઈગ્રેટ થઈને (આજના પાકિસ્તાની સીમા અંદર ગયા) ગયા હોય, પરંતુ પ્રદેશમાં ફરી પરત રિસેટલમેન્ટ પરમીટ સાથે આવ્યા હોય તે વ્યક્તિને રાજ્યના નાગરિક કહેવામાં આવે છે.