Not Set/ અરુણ જેટલીની જન્મજયંતિ/ સીએમ નીતિશે પ્રતિમાનું અનાવરણ કર્યુ

મુખ્યમંત્રી નીતીશ કુમારે અરુણ જેટલીના પુતળાના અનાવરણની સાથે અરુણ જેટલીને લગતી યાદો પણ શેર કરી અને તેમને યાદ કર્યા. પોતાના સંબોધનમાં નીતીશે કહ્યું હતું કે જેટલી બિહારના રહેવાસી નહોતા, પરંતુ તેમને બિહારીઓ પ્રત્યે વધુ પ્રેમ હતો. જ્યારે તેઓ બિહાર ભાજપના પ્રભારી બન્યા, ત્યાર પછીની બે ચૂંટણીમાં તેમની ભૂમિકા અવિસ્મરણીય હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા અને […]

Top Stories India
caa 5 અરુણ જેટલીની જન્મજયંતિ/ સીએમ નીતિશે પ્રતિમાનું અનાવરણ કર્યુ

મુખ્યમંત્રી નીતીશ કુમારે અરુણ જેટલીના પુતળાના અનાવરણની સાથે અરુણ જેટલીને લગતી યાદો પણ શેર કરી અને તેમને યાદ કર્યા. પોતાના સંબોધનમાં નીતીશે કહ્યું હતું કે જેટલી બિહારના રહેવાસી નહોતા, પરંતુ તેમને બિહારીઓ પ્રત્યે વધુ પ્રેમ હતો. જ્યારે તેઓ બિહાર ભાજપના પ્રભારી બન્યા, ત્યાર પછીની બે ચૂંટણીમાં તેમની ભૂમિકા અવિસ્મરણીય હતી.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીની આજે જન્મજયંતિ છે. આ પ્રસંગે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે પટનામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી  અરૂણ જેટલીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

મુખ્યમંત્રી નીતીશ કુમારે પુતળાના અનાવરણની સાથે જેટલીને લગતી યાદો પણ શેર કરી અને તેમને યાદ કર્યા. પોતાના સંબોધનમાં નીતીશે કહ્યું હતું કે જેટલી બિહારના રહેવાસી નહોતા, પરંતુ તેમને બિહારીઓ પ્રત્યે વધુ પ્રેમ હતો. જ્યારે તેઓ બિહાર ભાજપના પ્રભારી બન્યા, ત્યાર પછીની બે ચૂંટણીમાં તેમની ભૂમિકા અવિસ્મરણીય હતી.

તેમણે જેટલી સાથેના તેમના સંબંધોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ વિરોધીઓ સાથે પણ વાતચીત કરતા હતા. તે ખુલીને વાતો કરતાં હતા.  આ દરમિયાન જેટલીના પરિવાર સાથે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી અને બંને પક્ષોના અન્ય નેતાઓ પણ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે, જેટલીની પ્રતિમા સ્થાપિત કરવાની સાથે મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યમાં જેટલીના જન્મ દિવસને રાજકીય રીતે દર વર્ષે ઉજવવાની પણ જાહેરાત કરી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.