Not Set/ અરવલ્લી/ ખેડૂતો ની અવદશા, અતિવૃષ્ટિ, માવઠું, જીવાત અને હવે નીલગાય અને ભૂંડ બગાડી રહ્યા છે ઉભો પાક

છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ની અવદશા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટિ , ત્યાર બાદ કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો પારાવાર નુક્સાની નો સામનો કરી રહ્યા છે ત્યારે હવે રવિ સીઝનના પાક પર ખેડૂતો નો સંપૂર્ણ મદાર છે ત્યારે હવે ભૂંડ અને નીલગાય નો ત્રાસ ખેડૂતો ને સતાવી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના […]

Gujarat Others
gandhinagar 6 અરવલ્લી/ ખેડૂતો ની અવદશા, અતિવૃષ્ટિ, માવઠું, જીવાત અને હવે નીલગાય અને ભૂંડ બગાડી રહ્યા છે ઉભો પાક

છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ની અવદશા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટિ , ત્યાર બાદ કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો પારાવાર નુક્સાની નો સામનો કરી રહ્યા છે ત્યારે હવે રવિ સીઝનના પાક પર ખેડૂતો નો સંપૂર્ણ મદાર છે ત્યારે હવે ભૂંડ અને નીલગાય નો ત્રાસ ખેડૂતો ને સતાવી રહ્યો છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં ભૂંડ અને નિલ ગાયના ત્રાસથી ખેડૂતો પરેશાન છે. ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાક લઈ નથી શક્યા. ત્યાર બાદ કમોસમી માવઠાના કારણે વધ્યો ઘટ્યો પાક બગડ્યો છે. ત્યારે હવે ખેડૂતને બેઠા થવા માટે સંપૂર્ણ મદાર રવિ સિઝન પર છે.

ત્યારે હવે આ નવી આફત આવી પડતા ખેડૂત લાચાર બની ગયો છે. આ વિસ્તારમાં ભૂંડ અને નીલગાયનો એટલી હદે ત્રાસ છે કે એક ખેડૂતે બે વખત ઘઉં ની વાવણી કરી છતાં બીજી વખતની વાવણી બાદ ત્રણ વિઘા ખેતરના ઉગેલા ઘઉંના પાકનો ભૂંડ દ્વારા સોથ વાળી દેતા ખેડૂત ને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

ખેડૂતો મોંઘાભાવના બિયારણ અને ખાતર નાખીને પાકને વધુ સફળ બનાવવાના પ્રયત્નો કરતા હોય છે પરંતુ કુદરત જાણે ખેડૂતોથી રુઠયો હોય તેમ એક બાદ એક મુસીબતો ખેડૂતોના માથે આવી ચઢે છે. તે ચાહે અતિવૃષ્ટિ , કમોસમી માવઠા હોય કે પછી ભૂંડ અને નિલગાયોનો ત્રાસ હોય ત્યારે આ વિસ્તારના લોકો ભૂંડ અને નિલ ગાયના ત્રાસથી બચી શકે તે માટે હવે તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે.છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ની અવદશા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટિ , ત્યાર બાદ કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો પારાવાર નુક્સાની

એક કહેવત છે કે ચોર ખાય , મોર ખાય અને વધે એ ખેડૂત ખાય પરંતુ હવે આ કહેવત ક્યાંક ને ક્યાંક અવડી પડી રહી હોય તેમ ખેડૂત ને ખાવા માટે હવે પાક વધતો જ નથી તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે બાયડ વિસ્તારમાં ખેડૂતો માથે આવી પડેલી ભૂંડ અને નીલગાય ની ઉપાધી ક્યારે દૂર થશે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.