capital delhi/ અરવિંદ કેજરીવાલે ભરી કોર્ટમાં નામ લઈને લગાવ્યા ગંભીર આરોપ

એનડીએના એ સાસંદ છે કોણ ?

Top Stories India
Beginners guide to 2024 06 19T211324.044 અરવિંદ કેજરીવાલે ભરી કોર્ટમાં નામ લઈને લગાવ્યા ગંભીર આરોપ

New Delhi News : દિલ્હીના કથિત લીક કૌભાંડ મામલામાં અરવિંદ કેજરીવાલને આજે કોર્ટ તરફથી ઝટકો લાગ્યો હતો અને તેમની જ્યુડિશીયલ કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. તે પહેલા કેજરીવાલ તિહાર જેલમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. તે દરમિયાન કોર્ટ સમક્ષ તેમણે પોતાનો પક્ષ રાખ્યો હતો. કેજરીવાલે પોતાની દલીલોમાં એનડીએના એક એવા સાંસદનું નામ લઈ લીધું જેને પગલે નવી બબાલ શરૂ થઈ ગઈ છે. આ નામ બીજુ કોઈ નહી પણ NDA ના ઘટક દળ TDP ના સાંસદ મુંગટા રેડ્ડીનું છે.

તાજેતરમાં થયેલા લોકસભાની ચૂંટણીમાં મુંગટા રેડ્ડીને ટીડીપીએ ટિકીટ આપી હતી અને ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા છે પરંતુ હવે અરવિંદ કેજરીવાલે તેમની પર દિલ્હીની દારૂ નીતિના કનેક્શનના આરોપ લગાવ્યા છે. અરવિંદ કેડરીવાલે સુનાવણી દરમિયાન ઈડીની ફરિયાદ કરી હતી અને તે દરમિયાન જ તેમણે મુંગટા રેડ્ડીનો ઉલ્લેખ કર્યો હતો.

કેજરીવાલ તરફથી કોર્ટમાં સુનાવણી માટે હાજર થયેલા વકીલ વિક્રમ ચૌધરીએ કોર્ટને કહ્યું કે મુગટ્ટા રેડ્ડીએ પોતાના નિવેદનમાં કહ્યું કે દિલ્હી દારૂ નીતિ સંદર્ભે મને મળ્યા નથી. બાદમાં તેમણે મારી બાબતે ઉલ્યું નિવેદન આપી દીધું. બાદમાં તેમના પુત્રને આગોતરા જામીન મળી ગયા. ત્યારબાદ તેમને માફી પણ મળી ગઈ. ત્યારબાદ મુંગટા રેડ્ડી ટીડીપીની ટિકીટ પર ચૂંટણી લડે છે અને હવે સત્તારૂઢ એનડીએ ગઠબંધનનો હિસ્સો છે. તે પહેલા કેજરીવાલે રાઘવ મુંગટાનો ઉલ્લેખ કર્યો હતો. રાઘવ મુંગટા રેડ્ડીનો પુત્ર છે. કેજરીવાલે કોર્ટમાં સરથ રેડ્ડીના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમને પીઠ દર્દના આધારે જામીન આપવામાં આવ્યા છે. આ આઝાદીનો સોદો કેમ ?

દિલ્હીના સીએમ અરવિંદ કેડરીવાલના વકીલે કહ્યું કે સરથ રેડ્ડીની કંપનીએ સત્તારૂઢ પાર્ટી માટે 50 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા. આ વાતનો કોઈ પુરાવો નથી કે 100 કરોડ સાઉથ ગ્રુપથી આવ્યા છે. તપાસ હંમેશા ચાલતી રહે છે.તે અનંતકાળ માટે હોય છે પરંતુ આરોપી મૃત્યુ પામે છે. જજ બદલાઈ જાય છે. અધિકારીઓની બદલી થઈ જાય છે.

લ્લેખનીય છે કે મુંગટા રેડ્ડી હાલમાં ટીડીપીના લોકસભા સાંસદ છે. તે 2024માં તે ટીડીપીની ટિકીટ પર ઓંગોલ સીટ પર ચૂંટણી જીત્યા છે. મુંગટા રેડ્ડીની ગણતરી આંઘ્રપ્રદેશના મોટા નેતાઓમાં થાય છે. તેમના દિકરા રાઘવ મુંગટાની દિલ્હી દારૂ કૌભાંડમાં દરપકડ થઈ ચુકી છે.કેસમાં સાક્ષી બન્યા બાદ તેમને જામીન મળ્યા હતા.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાવધાન! શિમલા જાઓ છો તો પોતાનું પાણી સાથે લઈ જાઓ, જાણો શા માટે

આ પણ વાંચો:જીમ ટ્રેનરનાં પ્રેમમાં પડી પત્ની, પતિને મારવા બનાવ્યા 2 પ્લાન, શૂટરોના બાળકોની ફી પણ ભરી….

આ પણ વાંચો:કોંગ્રેસ નેતા કિરણ ચૌધરી આજે ભાજપમાં જોડાઈ શકે છે, સમર્થકોને દિલ્હી પહોંચવા કહ્યું