સુરક્ષિત/ તૈાકતેના લીધે ગુજરાતમાં દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

સલામત સ્થળે ખસેડવામાં આવ્યા દોઢ લાખ લોકોને

Gujarat
taukait તૈાકતેના લીધે ગુજરાતમાં દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

તૈાકતે વાવાઝોડાના લીધે અગમચેતી પગલાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે .ગુજરાતના નીચાણવાા  વિસ્તારમાંથી દાેઢ લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. આ વાવાઝોડાની આફત સામે પ્રશાસન ખડેપગે યુદ્વના મોરચે તૈયારી કરી રાખી છે. કેરળ,કર્ણાટક,ગોવા રાજ્યમાં રવિવારે તૈાકતેએ ભારે નુકશાન પહોચાડીને ગુજરાત તરફ વધી રહ્યો છે આ વાવઝોડામાં અત્યાર સુધી 6 નાં મોત થયાં છે. વીજળીના થાંભલા,ઘણાબધા ઘરોને પણ નુકશાન થયું હતું.

આ તૈાકતે વાવઝોડા સામે પહોંચી વળવા માટે એનડીઆરએફની 54 ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે રવિવારે કહ્યું હતું કે આ તૈાકતે વાવઝોડાથી પ્રભાવિત થનારા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તૈાકતે વાવાઝોડા મામલે વધુમાં કહ્યું હતું કે આ વાવાઝોડું વધુ ગતિથી આગણ વધી શકે છે અને મંગળવાર સુધી પોરબંદર,ભાવનગર જિલ્લાના મહુવા વચ્ચેથી પસાર થઇ શકે છે. ગુજરાત પ્રશાસન આ વાવઝોડા સામે અગમચેતી પગલાં લઇને એલર્ટ પર છે. વહિવટીતંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં જે વિસ્તારો પ્રભાવિત થવાના છે તે વિસ્તારના લોકોને  સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી દોઢ લાખ લોકોને ખસેડવામાં આવ્યા છે.